ગોંડલ તાલુકાના અમુક ગામોના આકાશમાં દેખાયો વિચિત્ર અવકાશી નજારો, અગનગોળા ઉડતા દેખાયા

ગોંડલ તાલુકાના અનિડા ભાલોડી ગામે બુધવારના રાત્રે 9.00 કલાકે અચાનક આકાશમાં કોઈ અગનગોળા ઉડતા હોય તેવું દેખાતા ગ્રામજનોમાં આશ્ચર્ય ફેલાયું હતું. ગામના કેટલાક યુવાનો દ્વારા તાકીદે મોબાઈલમાં વીડિયો શુટિંગ કરવામાં આવ્યું હતું. આ તકે ઘણા લોકોએ તર્કવિતર્કો સાથે કહ્યું હતું કે, કોઈ ઉંચાઈએ પ્લેન ઉડી રહ્યું છે અને તેમાંથી અગન ગોળા છોડવામાં આવી રહ્યા છે. જ્યારે વાસ્તવમાં વીડિયો શુટિંગમાં પણ આવી જ રીતે અલગ અલગ ઘટનાઓ દેખાઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ગોંડલના પત્રકાર દ્વારા પ્રાંત અધિકારી રાજેશકુમાર આલને જાણ કરાતા તેઓ દ્વારા રાજકોટ કલેક્ટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને તાકીદને જાણ કરવામાં આવી હતી. તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ અજયસિંહ જાડેજા દ્વારા પણ આશ્ચર્ય ભરી ઘટના હોવાનું જણાવાયું હતું.

આ ઘટના વિશે જ્યારે વિજ્ઞાન સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે, ઘણીવાર રાત્રિના સમયે આકાશમાં ઉપગ્રહ દેખાતા હોય છે આ વિડિયોમાં દેખાતુ અગનગોળા જેવું ટમલિંગ સેટેલાઈટ હોઈ શકે તેમ છે, ટમલિંગ સેટેલાઈટ પર જો સૂર્યપ્રકાશ પડે તો અગન ગોળ જેવો ભાસ થાય છે કારણ કે તેનો ઝબકારો અમુક સેકન્ડનો જ હોય છે અને તુરંત જ ટમલિંગ સેટેલાઈટ પૃથ્વીના પડછાયામાં જતું રહેતું હોય છે.

જો આવું ત્રણ-ચાર વખત દેખાયું હોય તો તેને ટમલિંગ સેટેલાઈટ કહી શકાય પરંતુ આ વીડિયોમાં ફોક્સ ઓછું છે અને દિશા સૂચન થઈ શકતું નથી તેથી ટમલિંગ સેટેલાઈટ જ છે તેવું કહી શકાય નહીં, પ્લેન કે એરક્રાફ્ટ તો નથીજ, કોઈ અવકાશી ઘટના પણ નથી, માનવ નિર્મિત છે તેમ કહી શકાય જો અવકાશી ઘટના કે ઉલ્કા હોય તો તેનો લીસોટો દેખાય અને તે સેકન્ડના દશમાં ભાગમાં દેખાતો બંધ પણ થઈ જાય પણ આવી ઘટના ટમલિંગ સેટેલાઈટ થી બને અને ઘોડાની જેમ ઉલટ થતું હોય તેવું જણાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો