આવી છે ગુજરાતની હાલની સ્થિતિ: અહીં 18 ફૂટ લાંબી અને 8 ફૂટ પહોંળી ચિતા બનાવી, એક સાથે પાંચ મૃતદેહોને એક ફૂટનું અંતર રાખીને અગ્નિદાહ

સુરતના એક સ્મશાનગૃહમાં બુધવારે રાત્રે એક જ ચિતા પર પાંચ મૃતદેહોને એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. હાલ લાંબું વેઈટિંગ ચાલી રહ્યું છે, જેના કારણે મૃતદેહોની સંખ્યા ઘટાડવા માટે આવું કરવામાં આવ્યું હતું. આવું દ્રશ્ય માત્ર ગુજરાતમાં જ નહીં, આખા ગુજરાતના સ્મશાનગૃહોમાં જોવા મળી રહ્યું છે. સ્મશાનગૃહો 24 કલાક ધમધમી રહ્યા છે, તેમ છતાં મૃતદેહોની સંખ્યા ઓછી થવાનું નામ લઈ રહી નથી. સૌથી વધુ મોત કોરોના વાયરસના કારણે થઈ રહ્યા છે. આશ્ચર્યની વાત તો એ છે કે કોરોના વાયરસના કારણે મોત થયા બાદ સ્મશાનગૃહોમાં પહોંચી રહેલા મૃતદેહોની સંખ્યા અને સરકારી આંકડામાં આસમાન જમીનનો ફરક જોવા મળી રહ્યો છે.

ગુજરાતના ચાર મુખ્ય મહાનગર સુરત, વડોદરા, અમદાવાદ અને રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા બુલેટિનના આંકડા પર નજર કરીએ તો રોજ માત્ર 25 મોત દર્શાવવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. જે હાલ સ્મશાનગૃહોમાં 24 કલાક ચાલી રહેલી ભઠ્ઠીઓ બોલી રહી છે.

મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ વડોદરાના એસએસજી હોસ્પિટલમાં છેલ્લા 9 દિવસોમાં કોવિડ આઈસીયૂમાં ઓછામાં ઓછા 180 લોકોના મોત થયા છે. ભરૂચમાં છેલ્લા 8 દિવસોમાં 260 કોવિડ દર્દીઓના મોત થયા છે અને અહીં સત્તાવાર આંકડામાં માત્ર 36 જ કોરોના દર્દીઓના મોત બતાવવામાં આવી રહ્યા છે. વડોદરાના એક અન્ય જાણીતી હોસ્પિટલ, GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ગોત્રીના આંકડા પર નજર નાંખીએ તો કોવિડ આઈસીયૂમાં એકલા 7 એપ્રિલથી 15 એપ્રિલ સુધીમાં 90 લોકોના મોત થયા છે, જ્યારે ચોથી અને પાંચમા ફ્લોર પર આઈસીયૂમાં રોજના ઓછામાં ઓછા 15 લોકો અંતિમ શ્વાસ લઈ રહ્યા છે.

10 સ્માશનગૃહોમાં 100 મૃતદેહોને અગ્નિદાહ અપાયો

વડોદરાની આ બન્ને સરકારી હોસ્પિટલોમાં છેલ્લા એક અઠવાડિયામાં 350 લોકોના મોત થયા છે. ભરૂચના સ્મશાનગૃહનું રજિસ્ટ્રર જોઈએ તો એક અઠવાડિયામાં 260 કોરોનાથી મોત થયેલા લોકોને અગ્નિદાહ અપાયા છે, જ્યારે જિલ્લામાં સત્તાવાર મોત 36 દર્શાવવામાં આવ્યા છે. નર્મદા નદીના કિનારે અગ્નિદાહ કરી રહેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક અઠવાડિયાથી રોજ 22-25 કોરોના મૃતદેહોને અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે. દરરોજ લગભગ 7,500 કિલોગ્રામ લાંકડા મંગાવવામાં આવી રહ્યા છે.

સૂત્રોનું માનીએ તો છેલ્લા એક અઠવાડિયામાં દરરોજ ઓછામાં ઓછા 50 કોરોના દર્દીઓના મૃતદેહોને તેમના પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે. બે દિવસમાં આ આંકડો 100 પર પહોંચી ગયો છે. રાજકોટ જિલ્લામાં 8 એપ્રિલથી 14 એપ્રિલ સુધી કોવિડ હોસ્પિટલોમાં 298થી વધુ મોત થયા છે, પરંતુ કાગળ પર માત્ર 57 મોત નોંધાયા છે. ગુરુવારે રાજકોટમાં 82 અન્ય લોકોએ દમ તોડ્યો હતો. સુરતના બે મોટા સ્મશાનગૃહોમાં 5 એપ્રિલથી 13 એપ્રિલ સુધી રોજ લગભગ 80 અગ્નિદાહ કરવામાં આવે છે. અહીં 3 નવા સ્મશાનગૃહો પણ શરૂ કરવામાં આવ્યા છે. નવનિર્મિત પાલ સ્મશાનમાં પ્રતિદિન ઓછામાં ઓછા 20 મૃતદેહોને અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે.

સુરત મહાનગર પાલિકાએ ગુરુવારે જે આંકડા જાહેર કર્યા તેમાં 25 મોત દેખાડ્યા છે. સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, તે સત્ય છે કે સરકારી આંકડામાં કોરોના દર્દીઓના મોતનો આંકડો ઓછો દેખાડવામાં આવે છે. સુરતમાં એક વારમાં પાંચ મૃતદેહો માટે 18 ફૂટ લાંબા અને આઠ ફૂટ પહોંળી ચિંતા બનાવવામાં આવી છે. તેમાં એક સાથે મૃતદેહોને એક ફૂટનું અંતર રાખીને અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો