ગુજરાત માટે સારા સંકેત, એક જ દિવસમાં 79 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ઘરે પહોંચ્યા, તમામ સ્વસ્થ થયા

ગુજરાતમાં વધતા કોવિડ-19ના કેસો વચ્ચે બુધવારે એક જ સાથે 79 પોઝિટીવ દર્દીઓમાં સારા થઈ ઘરે ગયા છે. તો અત્યાર સુધીમાં 258 લોકો ડિસ્ચાર્જ થયાં છે. આરોગ્ય અગ્રસચિવે ડો. જંયતિ રવિએ મેડિકલ બુલેટિન જાહેર કર્યું હતુ. 24 કલાકમાં 217 નાગરીકોમાં કોરોના વાઈરસનો ચેપ પોઝિટીવ મળ્યાના રિપોર્ટ ઉમેરાતા ગુજરાતમાં કોવિડ-19ના કેસોની સંખ્યા વધીને 2624એ પહોંચી છે. રાજ્યમાં કુલ 11 પોઝિટીવ નાગરીકોના મૃત્યુ થતા મૃત્યાઆંક 112એ પહોંચ્યો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

વડોદરામાં કોરોના અસરગ્રસ્ત નાગરવાડાનાં 45 કોરોનાગ્રસ્ત દર્દીઓએ કોરોનાને માત આપી છે. કોરોનાનાં કેરને માત આપનારા 45 વ્યક્તિઓને કાલે આજવા રોડ સ્થિત કોવિડ કેર સેન્ટરમાંથી એક સાથે રજા આપવામાં આવી. વડોદરાનાં પ્રભારી સચિવ વિનોદ રાવે આ અંગે માહિતી આપતા જણાવ્યુ હતું કે, કોરોના મુક્ત થયેલા દર્દીઓએ પ્લાઝમાં ડોનર બનવા માટે તૈયારી દર્શાવી છે. તમામ 45 કોરોનામાંથી સ્વસ્થ થયેલા 45 દર્દીઓનું તબીબ દ્વારા કાઉન્સિંલિગ કરવામાં આવશે અને ત્યારબાદ તેમને રજા આપવામાં આવશે.

કોરોનાનાં કેરને માત આપનારા 45 વ્યક્તિઓને આજવા રોડ સ્થિત કોવિડ કેર સેન્ટરમાંથી રજા આપવામાં આવી. બરોડા મુસ્લિમ ડૉક્ટર્સ એસોસિએશન દ્વારા સાજા થેયલા દર્દીઓનું કાઉન્સેલિંગ કરશે. માર્ગદર્શન આપશે કે તેમને આવતા દિવસોમાં કઈ રીતે પોતે પોતાની દિનચર્યા રાખવી તે અંગે મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવશે. તમામને પાલઝમાં ડોનર તરીકે પ્રેરિત કરશે. સાથે તેમની ડૉક્ટરોની ટિમ તથા ઈબ્રાહીમ બાવાણીના ટ્રસ્ટીઓ અને તમામ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

આરોગ્ય અગ્રસચિવે વડોદરામાં પણ એક સાથે ત્રણ દર્દીઓના મૃત્યુ થયાનું કહ્યુ હતુ. નવા નોંધાયેલા 217 પોઝિટીવ પૈકી સૌથી વધુ કેસ અમદાવાદમાં 151માંથી મળ્યા છે. જ્યારે સુરતમાં 41, વડોદરામાં 7 ચેપગ્રસ્ત ઉમેરાયા હતા. ડિસ્ચાર્જ થનારા 79 પૈકી 15 તો એકલા અમદાવાદના જ દર્દીઓ છે. છોટા ઉદેપુરમાં પણ એક મહિલાને ઘરે જવાની રજા આપ્યાના દિવસે વધુ ચાર પોઝિટીવ દર્દીઓ મળી આવ્યા હતા. જ્યારે મહિાસાગર જિલ્લામાં સૌના આશ્ચર્ય વચ્ચે એક સાથે વધુ 9 નાગરીકોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા હતા. અમદાવાદમા ફરજ ઉપરના સહ કર્મચારીના પોઝિટીવ રિપોર્ટ બાદ પોતાના વતન સાંઠબા પહોંચેલા પોલીસ કર્મચારીના કારણે અરવલ્લીમાં કોરોનાનું નવુ ક્લસ્ટર સર્જાયુ છે. બુધવારે સાંઠબા સહિત આ જિલ્લામા વધુ પાંચ પોઝિટીવ દર્દીઓ મળી આવતા લોકડાઉનનો ચુસ્ત અમલ કરવા ફરીથી સરકારને આદેશો કરવા પડયા છે.

રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર સિવાય 11 જિલ્લાઓમાં કોરોના ચેપગ્રસ્તોની સંખ્યા ડબલ ડિઝટમાં પહોંચી છે. મંગળવારે નવસારીના જલાલપોરમાં પોઝિટીવ આવેલા કેસની બુધવારે સવારે સરકાર દ્વારા પૃષ્ટી કરવામાં આવતા રાજ્યમાં 29 જિલ્લામાં આ મહામારીના પ્રભાવ હેઠળ આવી પહોંચ્યા છે.

કુલ 2624 કેસ પૈકી એકલા અમદાવાદમાં જ 1652 પોઝિટીવ દર્દીઓ નોંધાયા છે. અમદાવાદમાં સાજા થઈને ઘરે જનારા નાગરીકોની સંખ્યા 86એ પહોંચી છે ત્યારે રાજ્યમાં વિવિધ કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા 2125 પૈકી 13 દર્દીઓ બુધવારની રાતે વેન્ટિલેટર ઉપર હોવાનું મેડિકલ બુલેટિનમાં જાહેર કરવામાં આવ્યુ હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર જીલ્લામાં અત્યાર સુધી કુલ 218 કોરોના પોઝિટીવ દર્દીઓ નોંધાયા છે. શહેર જિલ્લામાં 10 કોરોના દર્દીઓનાં મૃત્યુ નિપજ્યા છે. 8 દર્દીઓ સ્વસ્થ થયા છે. હાલ 189 કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર હેઠળ હતા. આજે 45 દર્દીઓને રજા આપવામાં આવતાં હવે કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યા 144 અને કોરોનાને માત આપી સ્વસ્થ થનાર દર્દીઓની સંખ્યા 53 પર પહોંચશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો