ગુજરાતમાં અહીં અમુલ પાર્લરમાં રૂ.20નો આઈસ્ક્રીમ 50માં વેચાતા થઇ બબાલ, પ્રવાસીએ કહ્યું: ગુજરાતી છીએ એટલે અમને ઉલ્લુ નહિ બનાવવાના

ગુજરાતમાં રહેવું હોય તો ગુજરાતી શીખો, ગુજરાતીમાં પ્રાઈઝ લિસ્ટ કેમ નથી, ગુમાસ્તા ધારાનું લાયસન્સ ક્યાં છે. તેમ જણાવી સુરતના પ્રવાસીએ અમુલ પાર્લરના કર્મચારીને ફરજનું ભાન કરાવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ્ યુનિટી પર રોજના હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. શનિવારે સુરતની સ્નેહી જીવન ભારતી શાળાના અનન્યભાઈ વિક્રાંત નામના શિક્ષકે સ્ટેચ્યુ ઓફ્ યુનિટી અડીને આવેલા ખાનગી કંપનીના આઈસ્ક્રીમ પાર્લરમાં નિયમ કરતા વધુ ભાવ લેવાતો હોવાના આક્ષેપ સાથે કર્મચારીનો જાહેરમાં ઉધડો લીધો હતો. સુરતના પ્રવાસીએ આક્ષેપ લગાવ્યો હતો કે આ પાર્લરમાં પ્રવાસીઓને લૂંટવામાં આવે છે.

SOU ખાતે પ્રવાસીએ આઈસ્ક્રીમ પાર્લરના કર્મચારીઓનો ઉધડો લીધો
સુરતની સ્નેહી જીવન ભારતી શાળાના શિક્ષક અનન્યભાઈ વિક્રાંત મિત્રો સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા હતા. દરમિયાન નજીકના અમુલ પાર્લરમાં તેઓ આઈસ્ક્રીમ લેવા ગયા. એમને આઈસ્ક્રીમનો ભાવ વધારે અને વજન ઓછું લાગતા અમુલ પાર્લરના કર્મચારી પાસે પ્રાઈઝ લિસ્ટ માગ્યું હતું. ત્યારે કર્મચારીએ કહ્યું હું કોઈ પ્રાઈઝ લિસ્ટ નહિ બતાવું તમે મારા સાહેબ નથી. કર્મચારીની એ વાત પર શિક્ષક ગુસ્સે ભરાયા અને દુકાન માલિકનું નામ અને ગુમાસ્તા ધારાના લાયસન્સની માંગણી કરી હતી. જે પણ નહી બતાવતા તેઓએ અમુલ પાર્લરના કર્મચારીનો જાહેરમાં ઉધડો લીધો હતો. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં રહી ધંધો કરો છો તો ગુજરાતી બોલતા શીખી જાવ, અમે ગુજરાતી છીએ એટલે અમને ઉલ્લુ નહિ બનાવવાના, બહારથી આવો છો ઉપરથી અમારી સાથે દાદાગીરી કરો છો.

આઈસ્ક્રીમના કપ પર અમુલનો માર્કો, વજન, કિંમત નહોતી- પ્રવાસી
સુરતના પ્રવાસીએ જાહેરમાં આક્ષેપ લગાવ્યા હતા કે, દેશની શાન સ્ટેચ્યુ ઓફ્ યુનિટીની બિલકુલ અડીને આવેલા બ્રાન્ડેડ કંપનીના આઈસ્ક્રીમ પાર્લરમાં 20 રૂપિયાનો આઈસ્ક્રીમ 50 માં વેચાય છે. આઈસ્ક્રીમના કપ પર અમુલનો મારકો, વજન, કિંમત હોવી જોઈએ એની જગ્યાએ વધુ કિંમતે આઈસ્ક્રીમ વેચે છે. એમણે માંગ કરી હતી કે, આ પાર્લર પર ગુજરાતીમાં પ્રાઈઝ લિસ્ટ હોવું જોઈએ. ગુજરાતી જાણકાર કર્મચારીની ભરતી થવી જોઈએ અને જો તેઓ જી.એસ.ટીના નિયમોનું પાલન ન કરતા હોય તો એમને નિયમ મુજબ દંડ થવો જોઈએ એવી માગ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો