ગુજરાત હાઈકોર્ટે સરકારને ઉધડી લીધી, લોકડાઉનમાં ખાનગી હોસ્પિટલની લૂંટ અને શ્રમિકોને લઈ પુછ્યા વેધક પ્રશ્નો

ગુજરાત હાઈકોર્ટે આજે સુઓમોટો લઈને ગુજરાત સરકારને શ્રમિકો અને ખાનગી હોસ્પિટલમાં ચાલતી લૂંટને લઈ ઉધડો લીધો હતો અને વેધક સવાલો કર્યા હતા. આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે સરકારે ભૂખ્યા લોકો,શ્રમિકોનાં પ્રશ્નો તાત્કાલિક ઉકેલવા માટે આદેશ કર્યો છે. તો લોકડાઉનમાં એનજીઓ અને દાતાને કામ કરવા દેવા માટે પણ જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ ઉપરાંત હાઈકોર્ટે સરકારને ખાનગી હોસ્પિટલમાં ફીનું ધોરણ નક્કી કરવા માટે પણ કહ્યું છે. અને ખાનગી હોસ્પિટલો સારવારના બહાને લૂંટ ના ચલાવે અને દરેકને સસ્તી સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરી આપવા માટે પણ આદેશ કર્યો છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં બેડની સંખ્યા છે તે ઉપયોગમાં લેવા, જો ખાનગી હોસ્પિટલો વધુ ફી લે તો લાયસન્સ રદ કરવા અને આવી હોસ્પિટલ સામે કોર્ટ પણ કાર્યવાહી કરી શકશે.

તો કોર્ટે કહ્યું કે, દવાખાને જતા કોઈ વ્યકિતને પોલીસે રોકવી ના જોઈએ. આઈસીયુમાં સિનિયર એનિયાથિસેસ્ટ 24 કલાક હાજર રાખવા અને તેની સાથે ક્રીટીકલ કેર સ્પેશ્યાલિસ્ટ પણ હાજર રાખવા હાઈકોર્ટે આદેશ કર્યો હતો. –

ગુજરાત હાઈકોર્ટનાં લોકડાઉનમાં સરકારને વેધક સવાલ

– ચાલતાં જતાં શ્રમિકોને મુકવા બસનો ઉપયોગ કેમ ના કર્યો
– રાજય પાસે 8000 એસટી બસો છે તેનો ઉપયોગ કેમ ના કર્યો
– રેરાનાં ફંડનો ઉપયોગ શ્રમિકો માટે કેમ ના થયો
– 2 લાખ કામદારો બાંધકામ ઉદ્યોગ સાથે સકળાયેલાં છે
– રાજય સરકારે કેમ શ્રમિકો પાસેથી ભાડુ લીધું
– કોન્ટ્રાકટરો શ્રમિકોને ભાડું આપવાની ના કેમ પાડી શકે
– આવાં કોન્ટ્રાકટરો સામે કોઈ પગલાં કેમ ના લીધા
– કોમ્યુનિટી હોલ, સ્કુલો, મેરેજ હોલનો ઉપયોગ કેમ ના કર્યો
– શ્રમિકો માટે કોમ્યુનિટી હોલની કેમ સુવિધા ના કરી
– કોરોના પેશન્ટનાં વધુ ટેસ્ટના પ્રતિબંધ કેમ મુકયા
– હેલ્થ વર્કરોને એન-95 માસ્ક તાત્કાલિક આપો
– સલુનને પરમીશન ના આપી તેનાથી લોકોને મુશ્કેલી
– ઈલેકટ્રીશીયન, ટેકનીશીયનને મંજુરી આપવી જોઈતી હતી
– લોકડાઉનમાં ઘરમાં ઈલેકટ્રીક ફોલ્ટ થાય તો રિપેર કોણ કરશે
– ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીની સ્થિતિ અંગે સરકાર સ્પષ્ટતા કરે
– કોવિડ-19ની સારવાર માટે ખાનગી હોસ્પિટલો સામે સવાલ
– કેમ ઓછી ખાનગી હોસ્પિટલો સાથે ટાઈ અપ કર્યુ
– આવી ખાનગી હોસ્પિટલો મન ફાવે તેવી ફી લઈ રહી છે
– લાખ રુપિયાની સારવાર સામાન્ય વ્યકિત કયાંથી લઈ શકશે
– સિવિલ- એસવીપીમાં જગ્યા નથી તો દર્દી ખાનગીમાં જશે

ગુજરાત હાઈકોર્ટનું લોકડાઉનમાં સૌથી મોટું અવલોકન

– લોકડાઉનમાં ગરીબ,શ્રમિકોની હાલત દયનીય
– શ્રમિકો, ગરીબોને વાઈરસની ચિંતા નહોતી
– સૌથી મોટી ચિંતા તેમને ખાવા-પીવાની હતી
– હાલમાં શ્રમિકોને સોશિયલ ડિસ્ટન્સની તાલીમ ન આપો
– પરપ્રાંતીયોને હાલ સલાહની નહી અન્નની જરુર છે
– તેઓ વાઈરસથી ચિંતિત નથી- ભોજનની પ્રાથમિકતા છે

સુઓમોટો મુદ્દે રાજય સરકારે હાઈકોર્ટમાં રજુ કરેલો જવાબ

– સરકારે શું-શું પગલાં લીધા તેની વિગતો રજુ કરી
– એએમસી દ્રારા 36.80 લાખ ફુડ પેકેટ વિતરિત
– 30 શેલ્ટર હોમમાં 1721 શ્રમિકોને સમાવ્યા
– 8,40,651 ફુડ પેકેટ, 2.61 લાખ કિલો શાકભાજી વહેંચી
– ગરીબોને 2,95,305 રાશન કીટ વહેંચી
– 2855 સિનિયર સિટિઝનની નમન પ્રોજેક્ટ હેઠળ કેર લીધી
– પોલીસ દ્રારા 11 હજાર રાશન કીટ, 3.88 લાખ ફુડ પેકેટ વહેંચ્યા
– 263 ટ્રેન દ્રારા 3,33,376 શ્રમિકોને વતન પહોંચાડ્યા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો