ગુજરાત હાઈકોર્ટે સરકારનો સ્કૂલ ફી માફીનો પરિપત્ર કર્યો રદ્દ, કહ્યું- સ્કુલ ન ખુલે ત્યાં સુધી આ ફી નહીં લઇ શકાય
ઓનલાઈન શિક્ષણ મામલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં હાઈકોર્ટે જૂના પરિપત્રને રદ્દ કરીને રાજ્ય સરકારને નવો પરિપત્ર બહાર પાડવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે, સંચાલકો-વાલીઓના હિતનુ ધ્યાન રાખવામાં આવે. સંચાલકો ફી અંગે સરળ હપ્તાની વ્યવસ્થા કરે અને ટ્યુશન ફી સિવાયની અન્ય ફી સંચાલકો નહિ લઇ શકે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ઓનલાઈન શિક્ષણ મામલે હાઇકોર્ટમાં સુનાવણી
બુધવારે ગુજરાતમાં ઓનલાઈન શિક્ષણ, ખાનગી સ્કૂલની ફી મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારનો સ્કૂલ ફી માફીનો પરિપત્ર આખરે રદ્દ કરી દીધો છે. પરિપત્રના બાકીના મુદ્દાઓ કોર્ટે યથાવત રાખ્યા છે. થોડા દિવસોમાં કોર્ટ વિગતવાર હુકમ જાહેર કરશે.
રાજ્ય સરકારને હાઈકોર્ટે ટકોર કરી છે. સ્કુલ ન ખુલે ત્યાં સુધી ફી ન લેવાના સરકારના પરિપત્રને રદ્દ કરાયો હતો. આગામી દિવસમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. સરકારના નિર્ણયને સંચાલકોએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. વાલીઓ-સંચાલકોને સાંભળીએ સરકાર કોર્ટમાં નવો પરિપત્ર રજૂ કરી શકે છે.
ટ્યુશન ફી સિવાયની અન્ય ફી સંચાલકો નહિ લઇ શકેઃ હાઈકોર્ટ
હાઈકોર્ટના આદેશ અનુસાર, અભ્યાસક્રમની પ્રવૃત્તિઓ માટે કોઇ વધારાની ફી લેવી જોઇએ નહીં. ગુજરાત હાઇકોર્ટના જજ જે.બી.પારડીવાલા અને ચીફ જસ્ટિસ વિક્રમનાથની બેચે સ્કૂલ ફીના મુદ્દે આપેલા આ ચુકાદામાં વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ શરૂ રાખવા પણ જણાવ્યું છે.
હાઇકોર્ટના નિર્ણયને આવકારીયે છીએઃ શિક્ષણમંત્રી
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ હાઈકોર્ટના નિર્ણય પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે હાઈકોર્ટનો નિર્ણય આવકાર દાયક છે. ટૂંક સમયમાં શાળા સંચાલકો સાથે ચર્ચા કરવામાં આવશે વાલીઓ અને શાળા સંચાલકો બંનેને ફાયદો થાય તે પ્રકારનો નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત તેમણે અપીલ કરી કે શાળા સંચાલકો પણ બાળબોના હીતનું વિચારે અને બાદમાં નિર્ણય લે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

