ઓનલાઈન શિક્ષણ બાબતે રાજ્ય સરકારની હાઈકોર્ટમાં રજૂઆત, વાસ્તવિક રીતે સ્કૂલો શરૂ ન થાય ત્યાં સુધી એકેય સ્કૂલ ફી લઇ શકશે નહીં

રાજ્યની ખાનગી શાળાઓ શરૂ થાય નહીં ત્યાં સુધી સ્કૂલ સંચાલકો ફી વસૂલી નહીં શકે એવા રાજ્ય સરકારના પરિપત્રના વિરોધમાં ખાનગી શાળા સંચાલકોએ 23 જુલાઈથી ઑનલાઇન શિક્ષણ બંધ કરવાની જાહેરાત કરી હતી. આ પહેલા કોરોનાની મહામારીને શૈક્ષણિક કાર્ય ક્યારથી શરૂ થશે એ નક્કી ન હોવાથી સ્કૂલોએ ફી વસુલવી જોઇએ નહીં તેવી દાદ માગતી જાહેર હિતની અરજી હાઇકોર્ટમાં થઇ હતી. આ મામલે રાજ્ય સરકારે આજે ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરી કે,સરકાર કેન્દ્રીય વિભાગો તરફથી જાહેર થયેલી માર્ગદર્શિકાને અનુસરશે. વાસ્તવિક રીતે સ્કૂલો શરૂ ન થાય ત્યાં સુધી કોઈ પણ સ્કૂલ ફી લઇ શકશે નહીં.પ્રાઇમરીમાં બાળકો માટે રીસેસ સાથેના બે સેશન રાખવા તાકીદકરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આજે મોટાભાગની ખાનગી સ્કૂલોએ ઓનલાઈન ક્લાસ યોજ્યા નહીં

ગઈકાલે સૌથી મોટા ખાનગી શાળા સંચાલક મંડળે ઓનલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધા બાદ સ્કૂલોએ વાલીઓને ઓનલાઈન શિક્ષણ બંધ રહેવા અંગે મેસેજ કર્યાં હતા. જેને પગલે આજે મોટાભાગની ખાનગી સ્કૂલોએ ઓનલાઈન ક્લાસ યોજ્યા નહોતા.

સ્કૂલોએ પ્રિ-રેકોર્ડેડ મટિરિયલ મોકલવાનું રહેશે

પ્રિ-પ્રાઇમરીમાં ઓનલાઇન શિક્ષણને લઈને વાલીઓને હાજરી આપવા સાથે 30 મિનિટ ઓનલાઇન શિક્ષણ આપી શકાશે.માધ્યમિક માટે રિસેસ સાથેના ચાર સેશન રાખવા તાકીદ કરી છે. સ્કૂલોએ પ્રિ-રેકોર્ડેડ મટિરિયલ મોકલવાનું રહેશે. જ્યારે વાલીઓ અને સ્કૂલો દ્વારા આવતીકાલે હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવશે.આવતીકાલે કોર્ટ આ તમામ કેસમાં મહત્ત્વના નિર્દેશો જારી કરી શકે છે.

શિક્ષકો, વાલીઓના સવાલના જવાબ

સવાલઃ જે વાલીઓએ ફી ભરી દીધી છે તેમનું શું?
જવાબઃસરકારના આદેશ મુજબ અગાઉ એડવાન્સમાં ભરેલા ફીના નાણાં સરભર કરી આપવામાં આવશે.

સવાલઃઑનલાઈન શિક્ષણ કાર્ય ફરી ક્યારથી શરૂ થશે?
જવાબઃ ગુજરાત સંચાલક મંડળ નક્કી કરશે ત્યારથી ઑનલાઈન શિક્ષણ કાર્ય શરૂ થશે.

સવાલઃ આગામી 29-30મી જુલાઈએ સ્કૂલોમાં બોર્ડ દ્વારા એકમ કસોટી લેવાની જાહેરાત થઈ છે ?
જવાબઃ ગાઈડ લાઈન પ્રમાણે એકમ કસોટી લેવાશે.

સવાલઃફી નહીં ભરી શકનારના બાળકોને કાઢી મુકાશે?
જવાબઃ બધાની સ્થિતિ કફોડી છે, માનવીય અભિગમ દાખવામાં આવશે. LCનહી અપાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો