ભારત-ચીનના તણાવ વચ્ચે ગુજરાત સરકારે સરકારી શાળાઓમાં 40 હજાર ચીની ટેબ્લેટનું વિતરણ કરતા આત્મનિર્ભરની વાતો પર ઉઠ્યા સવાલ

ભારત-ચીનના સૈનિકો વચ્ચે ગાલવાન ઘાટીમાં થયેલ હિંસક અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયાં છે. આ ઘટના બાદ બંન્ને રાષ્ટ્રો વચ્ચે તણાવનો માહોલ સર્જાયો છે અને લોકોએ ચીનની વસ્તુઓને બોયકોટ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે રાજ્ય સરકારે શાળાઓમાં ચીનની કંપનીના ટેબલેટનું વિતરણ કરતા આત્મનિર્ભર ભારત અને સ્વેદેશી વાતો ખુલ્લેઆમ પોકળ સાબિત થઇ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ઉલ્લેખનીય છે કે, ભારત-ચીન વચ્ચે થયેલા તણાવ બાદ દેશમાં ચાઇનીઝ વસ્તુઓના ખરીદ-વેચાણ મામલે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે રૂપાણી સરકારે સરકારી અને ગ્રાન્ટ ઈન સ્કૂલમાં સરકારે જ 40 હજાર ટેબ્લેટનું વિતરણ કરતા વિવાદનો મધપૂડો છંછેડાઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આશરે 325 શાળામાં ટેબલેટ થકી 4 હજાર શિક્ષકો, 1.58 લાખ વિદ્યાર્થીઓને સુવિદ્યા સાથે શિક્ષણને લગતો સમગ્ર અહેવાલ CRCને મળશે. સીઆરસી ઓને અગાઉ ટેબલેટ ફાળવવામાં આવ્યા હતા. જેનો સમગ્ર અહેવાલ ગાંધીનગરમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતેથી થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો