ગુજરાતના યુવાનો ચેતી જજો: આ સરકારી જાહેરાત ખોટી છે, અરજી કરવા માટે 300 રૂપિયા ભરતા નહીં

ગુજરાતના યુવાનો ચેતજો… કોરોના મહામારીમાં ઠગબાજો કમાવા માટેના રસ્તાઓ શોધી રહ્યાં છે. ગુજરાતના બેરોજગાર યુવાનો સાથે ઠગબાજો રમત કરી રહ્યા છે. ગુજરાતી અખબારોમાં 2500 જગ્યાઓ માટે જાહેરખબર છપાઈ છે. સરકારી હોદ્દાઓ જેવા ભળતા નામે ભરતી બહાર પાડી લૂંટવાનું કૌભાંડ ચાલી રહ્યું છે.

ગુજરાતના યુવાનો સરકારી નોકરીની જાહેરાતથી ચેતજો. રાજ્યના યુવાનો આવી લોભામણી જાહેરાતોમાં ન ફસાય. યુવાનોને છેતરવા માટે વ્યવસાય વિકાસ અધિકારી, ગ્રાહક સેવા અધિકારી, જિલ્લા અધિકારી, કોમ્પ્યુટર ઓપરેટર(Work From Home), ડેટા એન્ટ્રી ઓપરેટર(Work From Home), રાઇડર(Work From Home) જેવા નામો રાખી ખોટી ભરતી બહાર પાડવામાં આવી છે. ઠગબાજો દ્વારા ધોરણ-10 અને 12 પાસ યુવકોને છેતરવાનો મોટો કારસો રચાઈ રહ્યો છે. ગુજરાત એમ્પલોયમેંટ સર્વિસના નામે અખબારોમાં જાહેરખબર આપવામાં આવી છે. દરેક અરજી દીઠ 300 રૂપિયા ફોર્મ ભરવાના આપવાનું જાહેરખબરમાં કહેવાયું છે.

ઠગબાજોએ સમાચાર પત્રમાં શું આપી છેતરામણી જાહેરાત?

એક ગુજરાતી સમાચાર પત્રમાં પ્રકાશિત થયેલ જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે, કોવિડ-19ના અનંસંધાને ઘરે બેસીને કરી શકાય તેવી નોકરીઓ. ગુજરાત રાજ્યના તમામ શહેર, તાલુક તેમજ જીલ્લા મુજબ નીચે પ્રમાણે જગ્યાઓ 11 માસના કરાર આધારિત ભરવા માટે ઓનલાઇન અરજીઓ માંગાવવામાં આવેલ છે. કોવિડ-19ના અનુસંધાને ઓછા સ્ટાફ સાથે કામ કરી રહ્યા છીએ જેથી બધા ઇન્ટરવ્યુ ફોન દ્વારા લેવામાં આવશે, તમામ ફોર્મ અને ફી ઓનલાઇન ભરવાની રહેશે તેમજ બધા પત્રવ્યવહાર ઇ-મેઇલના માધ્યમથી થશે જેની ખાસ નોંધ લેવી.

જાહેરખબર ખોટી છે, કારણ કે…

સમાચારપત્રમાં આપવામાં આવેલી જાહેર ખબર સદંતર ખોટી છે. કારણ કે, જાહેરખબરમાં તમામ વ્યવહાર ઓનલાઇન કરવા, ફોન પર ઇન્ટરવ્યૂ, ઇ-મેઇલ મારફતે પત્રવ્યવહાર કરવા તે શંકાસ્પદ છે. સરકારી વેબસાઇટ જેવા ભળતા નામે વેબસાઇટ છે. સરકારી હોદ્દાની વાત ખોટી છે.

અમારી પાસે કોઈ ફરિયાદ નથી આવીઃ મહેસૂલ વિભાગ

જોકે સરકારના મહેસૂલને આ જાહેરખબર વિશે પૂછ્યું હતું. મહેસૂલ વિભાગ કહે છે કે કોઈ ફરિયાદ કરશે તો અમે અમારો પક્ષ રાખીશું. અમારી પાસે કોઈ ફરિયાદ નથી આવી. જોકે સરકાર અને પોલીસ દ્વારા તાત્કાલિક આ અંગે તપાસ થાય અને કાર્યવાહી કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી.

સોશિયલ મીડિયામાં ફરતી થયેલી જાહેરાતને લઇને તપાસ શરૂ કરી છે. આ અંગે DySP એમ. કે. રાણાએ જણાવ્યુ હતું કે ગાંધીનગરના તમામ પોલીસ સ્ટેશન, LBC અને SOGને સૂચના આપવામાં આવી છે. હજુ સુધી આ બાબતે કોઇ ફરિયાદ મળી નથી. અમને મળેલી માહિતી આધારે તપાસ શરૂ કરી છે. જાહેરખબરમાં અપાયેલા સરનામા અંગે તપાસ કરીશું. ફરિયાદીની ફરિયાદ આધારે આગળની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. છેતરાયેલા લોકોને પોલીસનો સંપર્ક કરવા સૂચન કરવામાં આવ્યું છે. જાહેરખબર અંગે છેતરપિંડીનો ગુનો દાખલ કરીશું.

જાહેરખબરમાં ગુજરાત સરકારની હોય તેવી વેબસાઈટના ભળતા નામે

ગુજરાત સરકારે જાતે જ નોંધ લઈને પગલા લેવા જેવી ઘટના છે. જાહેરખબરથી ભ્રમ ફેલાઈ રહ્યો છે કે ભરતી ગુજરાત સરકાર કરી રહી છે. આવી ઠગબાઝ ટોળકીઓથી બચવા અમે ગુજરાતના યુવાનોને ચેતવીએ છીએ. જાહેરખબરમાં ગુજરાત સરકારની હોય તેવી વેબસાઈટના ભળતા નામ છે. જોકે આવી ગુમરાહ કરવાવાળા નામની સરકારી વેબસાઇટ નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો