કેન્દ્ર સરકાર દ્વારા GST વળતરની રકમ નહીં મળતાં ગુજરાત સરકારને રૂ. 16,700 કરોડનું દેવું કરવાની ફરજ પડી

લોકડાઉન અમલમાં આવ્યા પછી અત્યાર સુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના વળતર પેટે કોઈ રકમ મળી ન હોવાને કારણે ભારે નાણાં ભીડ સર્જાવાને કારણે ૨૦૨૦-૨૧ના નાણાંકીય વર્ષના પ્રથમ ૬ મહિનામાં ગુજરાત સરકારને રૂ. ૧૬,૭૦૦ કરોડનું ધિરાણ મેળવવાની ફરજ પડી છે. ગત નાણાંકીય વર્ષમાં પ્રથમ ૬ મહિનામાં બજારમાંથી મેળવાયેલા ધિરાણની સરખામણીએ ચાલુ વર્ષે પ્રથમ ૬ મહિનામાં ૨૫ ટકા વધુ ધિરાણ મેળવવામાં આવ્યું છે. હજુ રાજ્યને દર મહિને થતી આવકમાં ૨૫ ટકા ઘટ પડી રહી હોવાથી સરકારને ખુલ્લા બજારમાંથી ધિરાણનો સહારો લેવાની ફરજ પડી છે.

ગુજરાત સરકારના નાણાં વિભાગના અધિકારીએ કહ્યું કે, દર મહિને રાજ્યની તિજોરીને થતી આવકમાં ૨૦થી ૨૫ ટકાનો ઘટાડો થયો છે અને તેના પગલે અમે ધિરાણ લઈ રહ્યા છે. ગત એપ્રિલથી કેન્દ્ર સરકાર તરફથી GST વળતર પેટે કશું જ મળ્યું નથી અને અમારે બજારમાંથી ધિરાણ મારફતે નાણાં એકત્રિત કરવાનું ચાલુ રાખીશું. કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને GST વળતર પેટે જુલાઈ, ૨૦૨૦ સુધીમાં રૂ. ૭,૦૦૦ કરોડ હજુ મળવાના બાકી છે અને સપ્ટેમ્બર, ૨૦૨૦ના અંત સુધીમાં આ રકમ વધીને રૂ. ૧૦,૫૦૦ કરોડ થશે.

તેમણે જણાવ્યું કે, ચાલુ વર્ષે અત્યાર સુધીમાં અમે રૂ. ૧૬,૭૦૦ કરોડનું ધિરાણ મેળવ્યું છે. જે પૈકી રૂ. ૫,૫૦૦ કરોડ જુના દેવાની પુનઃ ચૂકવણીનો સમાવેશ થાય છે. ગત વર્ષે ધિરાણ મારફતે મેળવેલ રકમની તુલનાએ ચાલુ વર્ષે ૨૫ ટકા વધુ ધિરાણ મેળવાયું છે. કેન્દ્ર સરકારે ધિરાણ મેળવવા સંબંધિત ધોરણો હળવા બનાવવાને પરિણામે અમે વધુ ધિરાણ મેળવી શકીશું. આગામી સપ્તાહમાં રૂ. ૧,૫૦૦ કરોડનું ધિરાણ મેળવવાની સરકારની વિચારણા છે. રાજ્ય સરકાર, ૪થી ૫ વર્ષના ટુંકાગાળા અને ૧૪ વર્ષના લાંબાગાળા માટે લોન મેળવશે. જુના દેવાની પરત ચૂકવણી અને રોજિંદા- મૂડી ખર્ચ માટે ચૂકવણી કરવાના હેતુસર લોન લેવામાં આવી રહી છે. કોવિડ-૧૯ પછી લોકડાઉન તબક્કાવાર રીતે હળવું થયા પછી વેપાર- ઉદ્યોગો પુનઃ ધમધમતા થઈ રહ્યા હોવા છતાં સ્ટેમ્પ ડયુટી, મોટર વ્હીકલ ટેક્સ, ઈલેક્ટ્રીસિટી ડયુટી, સહિતની આવકને માઠી અસર થઈ છે. દર મહિને સરેરાશ આવકની તુલનાએ સ્ટેમ્પ ડયુટીની આવક ૨૦થી ૨૫ ટકા જ્યારે મોટર વ્હીકલ ટેક્સની આવક માંડ ૩૫ ટકા થઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો