રાજ્યમાં કોરોનાનાં કુલ કેસોમાં તંત્રનો ગંભીર ગોટાળો કે ઘાલમેલ? 709 જેટલાં સુપર સ્પ્રેડરના કેસ ઓછા દર્શાવાયા, જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાતમાં કોરોનાનાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો છૂપાવવા મામલે અગાઉ પણ અનેક સવાલો ઉભા થયા છે. પણ આજે આરોગ્ય સચિવ જયંતિ રવિની પ્રેસ કોન્ફરન્સમાં તંત્રનો મોટો છબરડો કહો કે ઘાલમેલ સામે આવી ચૂકી છે. ગઈકાલે ગુજરાતમાં કોરોનાનાં કુલ કેસોનો આંક 9932 હતો. જ્યારે આજે જયંતિ રવિએ કોરોનાનાં કુલ કેસોનો આંક 10989 જણાવ્યો હતો. અને છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ જાહેર કરેલ કેસોની સંખ્યા 348 જણાવી હતી. અને તેની અંદર અમદાવાદમાં 709 જેટલાં સુપર સ્પ્રેડર કે જેઓ પોઝિટવ આવ્યા હતા તેઓનો આંકડો સામેલ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આજે આરોગ્ય વિભાગનો છબરડો સામે આવ્યો છે. આજે રાજ્યના કુલ કેસ 10989 બતાવ્યા છે. ગુજરાતમાં કોરોના ગઈકાલે 9932 કેસ હતા. આમ 1057 કેસ આજે નવા ઉમેરાયા હતા. જેમાં 709 જેટલાં કેસ અમદાવાદમાં નોંધાયેલ સુપર સ્પ્રેડરના ઉમેરવામાં આવ્યા છે. અને આજે 348 કેસ થઈને કુલ 1057 કેસોનો વધારો થયો છે. અમદાવાદના આંકડાને લઈને સવાલ ઉભા થયા છે. આજે અમદાવાદમાં કુલ 8144 કેસ પોઝિટિવ થયા છે.

આ તફાવત મુજબ 24 કલાકમાં અમદાવાદમાં 973 કેસ નોંધાયા છે. છેલ્લાં સપ્તાહના સુપર સ્પ્રેડરના 709 પોઝિટિવ કેસ આજના ડેટામાં ઉમેરાયા છે. આમ ઉપરની સ્થિતિ મુજબ દરરોજના 101 કેસનો ગોટાળો સામે આવ્યો છે. તંત્ર દ્વારા દરરોજ અમદાવાદમાં 101 કેસ સુપર સ્પ્રેડરના ઓછા બતાવાયા છે. આમ અમદાવાદ તંત્ર દ્વારા પોઝિટિવ કેસોનાં આંકડા છૂપાવવામાં આવે તેવા ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે.

જો કે આ મામલે આરોગ્ય અગ્ર સચિવની સ્પષ્ટતા સામે આવી છે. તેઓએ કહ્યું છે કે સુપર સ્પ્રેડરના કેસ ઉમેરાયા છે. છેલ્લા સપ્તાહના સુપર સ્પ્રેડર્સના 709 કેસ ઉમેરાયા છે. સાચા આંકડા અમે બતાવવા માંગીએ છીએ. આ એક ઝુંબેશ મુજબના 709 કેસ વધુ છે. 24 કલાકમાં 348 કેસ જ આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો