ગુજરાત સરકારનો મોટો નિર્ણય: રાજ્યમાં બે અઠવાડીયા સુધી સ્કૂલો અને મલ્ટીપ્લેક્સ બંધ રાખવા આપ્યો નિર્દેશ, બોર્ડની પરીક્ષા યથાવત

કોરોના વાઈરસને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને રાજ્યમાં આરોગ્ય લક્ષી સ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં રાજ્યમાં શાળા કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય 16 માર્ચથી બે અઠવાડીયા માટે એટલે કે 29 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે શિક્ષકો, પ્રોફેસરો અને નોન ટીચીંગ સ્ટાફે નોકરીએ જવું પડશે. જ્યારે બોર્ડ પરીક્ષાઓ યથાવત રહેશે. તેમજ સિનેમાઘરો અને સ્વિમિંગ પુલ પણ બંધ રહેશે. જ્યારે વિધાનસભા સત્ર પણ ટૂંકાવવામાં આવે એવી શક્યતાઓ છે.

જાહેરમાં થૂંકવા રૂ.500નો દંડ, ધાર્મિક કાર્યક્રમો ન કરવા અનુરોધ

આ સમીક્ષા બેઠકની માહિતી આપતા રાજ્યના મુખ્ય સચિવ અનિલ મૂકીમ અને આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતિ રવિએ જણાવ્યું કે ગુજરાતમાં કોરોના વાઈરસ સામે તકેદારી અને સાવચેતીના આગોતરા પગલાંરૂપેસરકારે કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે. રાજ્યમાં શાળા-કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય આવતીકાલથી બે અઠવાડીયા માટે બંધ રહેશે. જ્યારેહાલ ચાલી રહેલી બોર્ડ પરીક્ષાઓ યથાવત રહેશે. તેમજ સિનેમાઘરો, મોલ, સ્વિમિંગ પુલ પણ બંધ રહેશે. રાજ્યમાં જાહેર સ્થળોએ થૂંકવા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે, એટલું જ નહીં જો કોઈ વ્યક્તિ આ પ્રતિબંધનો ભંગ કરશે રૂ.500 રૂપિયાનો દંડ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે.રાજ્ય સરકારે તમામ ધાર્મિક સંસ્થાઓ સંપ્રદાયોને પોતાના મેળાવડાઓ અને ધાર્મિક કાર્યક્રમો આગામી બે સપ્તાહ સુધી ન યોજવા પણ અનુરોધ કર્યો છે.

મલ્ટીપ્લેક્સ બંધ રાખવાનો નિર્ણય યોગ્ય: મલ્ટીપ્લેક્સ એસોસિયેશન

રાજ્ય સરકારના આ નિર્ણય અંગે ધી ગુજરાત મલ્ટીપ્લેક્સ એસોસિયેશનના પ્રમુખ મનુભાઈ પટેલે જણાવ્યું હતું કે મલ્ટીપ્લેક્સ બંધ રાખવાનો નિર્ણય યોગ્ય છે. આવતીકાલ સવારથી તમામ મલ્ટીપ્લેક્સ બંધ રહેશે. જ્યાં સુધી આવકનો સવાલ છે, હાલમાં પરીક્ષાનો માહોલ ચાલી રહ્યો હોવાથી મલ્ટીપ્લેક્સમાં ભીડ નહોતી. જેથી બહુ નુકસાનનો સવાલ નથી. લોકોના આરોગ્યને લઈ યોગ્ય નિર્ણય છે.

મલ્ટીપ્લેક્સના કર્મચારીઓને રજા અને પગાર ચાલુ રાખવા અંગે 16 માર્ચે નિર્ણય

મનુભાઈ પટેલે આગળ કહ્યું કે,રોજની 50000ની આવક થાય છે. કર્મચારીઓને રજા અને પગાર ચાલુ રાખવો કે નહીં તે અંગે કાલે નિર્ણય લઇશું

ભાજપના કાર્યક્રમો પણ બે અઠવાડીયા સુધી બંધ રહેશેઃ વાઘાણી

ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે,કોરોના વાઈરસ સામે સાવચેતી અને તકેદારીના પગલારૂપે રાજ્ય સરકારે આગામી બે અઠવાડિયા સુધી શાળા કોલેજ બંધનો નિર્ણય જાહેર કર્યો છે, ત્યારે ભાજપના પણ ગુજરાતમાં યોજાનાર આગામી જાહેર કાર્યક્રમો તથા કેન્દ્રીય અને ગુજરાત બજેટની કાર્યશાળાઓના કાર્યક્રમો બે અઠવાડિયા સુધી મોકૂફ રાખેલ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો