બારડોલીની યુવતી સુરત આવીને બાઇક સ્ટન્ટના વિડિયો બનાવતી હતી, વિડિયો વાયરલ થતાં થઇ ધરપકડ

સુરતમાં (Surat) બાઇક પર સ્ટન્ટ (Bike stunt) કરીને વીડિયો બનાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. યુવાનો વીડિયો (Video) માટે પોતાનો અને આસપાસનાં લોકોનો જીવ જોખમમાં મૂકી રહ્યાં છે. ત્યારે સુરત ડુમ્મસ રોડ પર કેટીએમ સ્પોર્ટસ બાઇકને (KTM sports bike) છૂટા હાથે હંકારી સ્ટંટ કરનાર યુવતીનો વીડિયો વાયરલ (viral video) થયો હતો. આ વીડિયોમાં તેણે માસ્ક પણ પહેર્યું નથી. જે બાદ પોલીસ કંટ્રોલ રૂમને આ વીડિયો મળતા હરકતમાં આવેલી ઉમરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ બારડોલીની આ યુવતીને પકડી પાડીને જેલમાં ઘકેલી હતી. જોકે, થોડા સમય બાદ તે જામીન પર મુક્ત છે.

સુરતના ડુમસ રોડ પર કેટીએમ સ્પોર્ટસ બાઇકને માસ્ક પહેર્યા વગર છુટા હાથે હંકારી સ્ટંટ કરતી હતી. વિડીયોમાં લાઇટ કલરનું જીન્સ, ટી-શર્ટ અને રેડ કલરનું જેકેટ પહેરેલી યુવતી માસ્ક પહેર્યા વગર છુટા હાથે બિન્દાસ્તપણે સ્પીડમાં કેટીએમ બાઇક હંકારતા નજરે પડી રહી છે. વિડીયોમાં વીઆરમોલ અને તેની આજુબાજુનો વિસ્તાર નજરે પડી રહ્યો છે અને આ વિડીયો કોઇક શહેરીજને પોલીસ કંટ્રોલ રૂમમાં મોકલાવ્યો હતો.

પોલીસ કંટ્રોલ રૂમને મળતા આ વીડિયો ઉંમર પોલીસને આપવામાં આવ્યો હતો. જોકે આ વીડિયોના આધારે પોલીસે તપાસ કરતા કેટીએમ બાઇકના રજીસ્ટ્રેશન નં. જીજે-22 એલ-9378ના આધારે તપાસ હાથ ધરી માલિક મોહમદ બિલાલ રસુલભાઇ ઘાંચી માલિકી નીકળ્યો હતો. જે બાદ તેનો સંપર્ક કરતા ખબર પડી હતી કે, મોહમદ બિલાલે પોતાની બાઇક ડુમ્મસ રોડ પર વીઆર મોલ ખાતે સંજના ઉર્ફે પિન્સી ચંદ્રકિશોર પ્રસાદને ફોટોગ્રાફી અને રાઇડીંગ માટે આપી હતી. જેથી પોલીસે આ યુવતીને શોધી કાઢી હતી અને સંજના ઉર્ફે પિન્સીએ માસ્ક પહેર્યા વિના બાઇક રાઇડીંગ કરવા બદલ એપેડમિક ડિસીઝ એક્ટ અને લોકોની જીંદગી ભયમાં મુકવા બદલ ગુનો નોંધી અટકાયત કરી હતી.

આ યુવતીની પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે, તે બારડોલી કોલેજમાં બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. સંજના ઉર્ફે પ્રિન્સીના ઇન્સ્ટાગ્રામ પર 3.27 લાખ ફોલોર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર સંજનાએ પાંચથી 6 આઇડી બનાવ્યા છે. જે પૈકી એક આઇડીમાં 513 પોસ્ટ અપલોડ કરી છે. આ 513 પોસ્ટ પૈકી 80 ટકાથી વધુ પોસ્ટ કેટીએમ, બુલેટ સહિતના બાઇક પર રાઇડીંગ કરતા વિડીયો, કાર ડ્રાઇવ સહિતના વીડિયો છે. આશ્ચર્યની બાબત એ છે કે, સંજના વીડિયો ઉતારવા માટે છેક બારડોલીથી ડુમ્મસ રોડ પર આવતી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો