ચોરોની હિંમત તો જુઓ, અમદાવાદમાં સવારે 6 વાગે મેડિકલ સ્ટોરના તાળા તોડી 96 હજારની કરી ચોરી
અમદાવાદ શહેરના (Ahmedabad) પૂર્વ વિસ્તારમાં તસ્કર ટોળકી ફરી એકવાર સક્રિય થઈ છે. ઘટના કૃષ્ણનગરની (Krushnanagar) છે જેમાં ચારેક લોકોએ એક દુકાનમાં ઘુસી ચોરી કરી હતી અને આસપાસની દુકાનોના તાળા તોડ્યા હતા. એક મેડિકલ શોપમાં (Medical shop) ચાર લોકો આવ્યા હતાં. ઇકો કારમાં (Ecco car) આ શખશો આવ્યા આજે તેમાં એક શખશ રેકી કરતો હતો, અન્ય બે લોકોએ તાળું તોડ્યું અને અન્ય એક શખસ અંદર ઘૂસ્યો હતો. બાદમાં આ શખસોએ 96 હજારની ચોરીને (loot) અંજામ આપ્યો હતો. સમગ્ર બાબતની જાણ કૃષ્ણનગર પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વહેલી સવારે ચોરીને અંજામ આપવા નીકળેલી આ ગેંગની તપાસ શરૂ કરી છે. આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં (CCTV) કેદ થઇ ગઇ છે.
નરોડામાં રહેતા અશ્વિનભાઈ પટેલ નરોડામાં વૃંદાવન રેસિડેન્સી નીચે નિસર્ગ કેમિસ્ટ નામની દુકાન ધરાવી વેપાર કરે છે. ગત 5મીએ તેઓ તેમની દુકાને આવ્યા હતા. બાદમાં રાત્રિના સમયે દુકાન બંધ કરી તેઓ ઘરે ગયા હતાં. બીજે દિવસે એટલે તા.6ના રોજ તેઓ દુકાને આવ્યા હતા. ત્યારે તે પહેલાં બાજુની દુકાનના માલિકે તેઓને ફોન કરી તેમની દુકાનનું તાળું તૂટેલું હોવાની જાણ કરી હતી.
અમદાવાદમાં ચોરોની હિંમત વધી, સવારે 6 વાગે દુકાનનું તાળું તોડીને હજારોની ચોરી કરી ફરાર થઇ ગયા છે. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. જોઇલો #Video #Ahmedabad #Gujarat #CCTV #loot pic.twitter.com/no2G92IRWC
— News18Gujarati (@News18Guj) February 7, 2021
દુકાને આવીને જોયું તો દુકાનમાં સામાન વેર વિખેર થયેલો હતો. અંદર જઈને જોયું તો 96,500 રૂ. ની મતા ચોરી થઈ હતી. તાત્કાલિક પોલીસને જાણ કરતા કૃષ્ણનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે તપાસ કરી તો આ મેડિકલ શોપ સિવાય અન્ય દુકાનોના પણ તાળા તૂટેલા હતા.
સમગ્ર બાબતને લઈને કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી સીસીટીવીમાં કેદ તસ્કરોની શોધખોળ હાથ ધરી છે. પોલીસે આ મામલે તપાસ કરી તો ઇકો કારમાં ત્રણથી વધુ લોકો આવે છે. એક શખ્સ દુકાનનું તાળું તોડે છે અને એક શખસ રેકી કરે છે અને એક શખ્સ ચોરીને અંજામ આપે છે. આ ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

