વિદેશમાં વસતા ગુજરાતીઓ ઘેરબેઠા મેળવી શકશે ગુજરાત કાર્ડ, ઓનલાઇન ભરવું પડશે ફોર્મ

ગુજરાત બહાર વસતા NRG અને વિદેશમાં રહેતા NRIની ગુજરાતી હોવાની આગવી ઓળખ આપતુ ગુજરાત કાર્ડ મેળવવા માટે હવેથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. તેમને ઘેરબેઠા ગુજરાત કાર્ડ મળી જશે. તેમને હવે NRG સેન્ટરમાં ફોર્મ આપવા નહીં પડે. એમ આણંદ ખાતેની એનઆરજી-એનઆરઆઇ મીટમાં ગુજરાત સ્ટેટ નોન રેસિડેન્ટ ગુજરાતી ફાઉન્ડેશનના ઇન્ચાર્જ ડિરેકટર એન.પી.લવિગિયાએ જણાવ્યું હતું.

હવે NRI-NRG ઓનલાઇન ફોર્મ ભરીને ગુજરાત કાર્ડ મેળવી શકશે- પ્રતિકાત્મક તસવીર

અમે અહીંયાં બેઠા છીએ, કાલે આવજો એમ નહીં કહીએ

એનઆરજી સેન્ટર આણંદના ચેરમેન ભીખુભાઈ પટેલે જણાવ્યું હતું કે, આણંદના સેન્ટરને દસ વર્ષ પૂરા થયા છે. NRIના પ્રશ્નો ઉકેલવા માટે અમે અહીં બેઠા છે. તમને કોઇ પણ એવું નહીં બોલીએ કે કાલે આવજો. મુશ્કેલીઓનું નિરાકરણનો અમારો પ્રયાસ રહેશે.

22 હજાર કાર્ડ ઈસ્યું થયા

ગુજરાત કાર્ડ સરકારી કચેરીઓમાં અગ્રતા અપાવે છે, ગુજરાત ટુરિઝમ ગેસ્ટ હાઉસ, રણોત્સવ, સાપુતારા મહોત્સવમાં તથા 610 હોટલોમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 22 હજાર કાર્ડ ઇસ્યુ થયાં છે.

સંતાનોને 1 કલાક ગુજરાતી બોલવાની ફરજ પાડવી જોઇએ

કાજલ ઓઝા-વૈધે જણાવ્યું હતું કે, તમે તમારી માતૃભાષા અને માતૃભૂમિનું સન્માન નહીં કરો તો માતૃભમિ તમારુ સન્માન નહીં કરે. ભલે વિદેશમાં વસતા હોય સંતાનોને એક કલાક ગુજરાતી બોલવાની ફરજ પાડવી જોઇએ.

ગુજરાત કાર્ડ માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://nri.gujarat.gov.in/nrgcard/UserRegistration.aspx

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો