ગુજરાતના અનેક વેપારીઓએ પરપ્રાંતિયો કારીગરોને પરિવારની જેમ સાચવ્યા, અનાજની કીટથી લઈ આર્થિક મદદ પણ કરી

હાલ કોરોનાની મહામારીને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન 3.0 ચાલી રહ્યું છે. જેને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં પરપ્રાંતિય શ્રમિકો ભૂખ્યા-તરસ્યાં રઝળી રહ્યાં છે. તેમજ રાજ્ય સરકાર દ્વારા હાલ આ શ્રમિકોને તેમના વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ શ્રમિકો પાસે હાલ કામ-ધંધો ન હોવાથી વતન રાજ્યમાં જવા સિવાય કોઈ છૂટકો નથી. પરંતુ ગુજરાતના કેટલાક વેપારીઓ અને કંપનીઓ પોતાના કારીગરોને પરિવારની જેમ સાચવી રહ્યાં છે. હાલ ધંધો-રોજગાર ચાલુ નથી છતાં પોતાના કારીગરને જરૂરી વસ્તુ આપછે અને આર્થિક મદદ પણ કરે છે. જેથી આ શ્રમિકો ગુજરાત છોડવાને બદલે જ્યાં છે ત્યાં જ રોકાઈને જીવનની ગાડી ફરી પાટા ચડે તેની રાહ જોઈ રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

હાલ અમારું કામ ભલે બંધ હોય પણ અમે તેમને અમારા જ સમજીએ છીએઃ કંપની સંચાલક

અમદાવાદની છત્રાલ જી GIDCમાં જેનિસ ઇમ્પેક્સ નામની કંપની ચલાવતા ચિરાગ પટેલે જણાવ્યુ હતું કે છત્રાલમાં અમારી કંપનીમાં હાલ પરપ્રાંતિય મજૂરો કામ કરે છે. અમારી આસપાસની મોટા ભાગની ફેક્ટરીમાં કામ કરતા કારીગરો અને શ્રમિકો વતન રાજ્ય જવા માટે નીકળી ગયા છે ત્યારે અમારી ફેકટરીમાં કામ કરતા શ્રમિકો ક્યાંય પણ જવાની ના પડે છે, જેથી અમે પણ તેમને જરૂરી એવી તમામ વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરીએ છીએ. અમે તેમને અનાજની કીટ આપી છે અને ફેક્ટરીમાં અન્ય તમામ વ્યવસ્થા કરી આપી છે. હાલ અમારું કામ ભલે બંધ હોય પણ અમે તેમને અમારા જ સમજીએ છીએ અને તેઓ પણ અમને સાથ આપે છે. લોકડાઉનમાં પણ અમારે ત્યાં રહેતા શ્રમિકોએ અમને પોતાના વતન જવુ નથી તેમ કહેતા અમને ઘણો આનંદ થાય છે.

અમે હાલની સ્થિતિમાં તેમને બનતી મદદ કરી રહ્યા છીએઃ વેપારી
જ્યારે પાલનપુરમાં સ્ક્રેપનો વેપાર કરતા અબરાર શેખે જણાવ્યું હતું કે લોકડાઉનમાં બધા વેપાર-ધંધા બંધ છે અને અમારા વેપારમાં હવે શું થશે તેની ખબર નથી પણ અમારી સાથે જોડાયેલા લોકોને અમે હાલની સ્થિતિમાં તેમને બનતી મદદ કરી રહ્યા છીએ અને તેઓ પણ અમને એટલો જ સાથ આપી રહ્યા છે.

‘આ સ્થિતિ કાયમ રહેવાની નથી પણ અમારી સાથે જોડાયેલા લોકો કાયમ રહેવાના છે’

અમદાવાદમાં કાબરા એક્સપ્રેસ લોજિસ્ટિક્સ ડાયરેક્ટર દિપક કાબરાએ જણાવ્યું કે, લોકડાઉનમાં અમારે ત્યાં કામ કરતા લોકોની સાથે અમે વાત કરી હતી અને તેમને બનતી મદદ કરવાની વાત પણ કરી હતી ત્યાર બાદ હાલના વેપારની સ્થિતિ અને અન્ય પરિબળોના આધારે તેમણે નક્કી કર્યાં પ્રમાણે તેમની સહમતિથી પગાર ચૂકવી દીધો છે અને તેઓ પણ અમારી સાથે છે. હાલની સ્થિત કાયમ રહેવાની નથી પણ અમારી સાથે જોડાયેલા લોકો કાયમ રહેવાના છે તેમને બનતી મદદ કરવા પણ અમે તેમની સાથે છીએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો