ગોળનો હપ્તો ખાવો ASIને કડવો થઈ પડ્યો, નવસારી જિલ્લાના ખેરગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર એસએસઆઈ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

ભારતમાં એક પણ એવું ક્ષેત્ર નહીં હોય જ્યાં આજે ભ્રષ્ટાચારે પોતાનું સામ્રાજ્ય ન જમાવ્યું હોય. ત્યારે પોલીસ વિભાગમાં તો ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર હોય તેમ પોલીસકર્મી બિન્દાસ લોકોને ડરાવી ધમકાવી ઉપરની કમાણી કરવામાં આવતી હોય તેવું અનેક વાર સામે આવ્યું છે. ત્યારે આજે વધુ એક પોલીસ કર્મી લાંચ લેવાના મામલે રંગેહાથ ઝડપાઈ જતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નવસારી જિલ્લાના ખેરગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર એક એસએસઆઈને ગોળ વેચનાર વેપારી પાસેથી હપ્તો લેવાનું ભારે પડી ગયું છે. ગોળના વેપારીને ખોટા કેસમાં ફસાવી તને પણ આરોપી બનાવી દઈશ તેવી ધમકી આપી 5000 રૂપિયાનો હપ્તો આપવા મજબુર કર્યો હતો. આખરે એસીબીએ છટકુ ગોઠવી એએસઆઈેન રંગેહાથ ઝડપી પાડ્યો છે.

વિગતે ઘટનાની વાત કરીએ તો, ખેરગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર એએસઆઈ દિવાભાઈ દાહવાડે એક દારૂના કેસમાં ગોળના વેપારીને પોતાની ઉપરની કમાણીનું સાધન બનાવવા માટે સકંજામાં લીધો. એસએસઆઈએ ગોળના વેપારીને ધમકી આપી કે, દારૂ બનાવનારા તારી પાસેથી ગોળ ખરીદે છે મને ખબર છે, જો હવે તારી પાસેથી ગોળ ખરીદશે અને દારૂ બનાવશે તો તારા નામ પણ આરોપી તરીકે ખોલી નાખીશ, જો તારે ગોળ વેચવો હોય તો, હપ્તા પેટે 5000 રૂપિયા આપવા પડશે.

ગોળનો વેપારી કોઈ ખોટું કામ કરતો ન હતો, જેથી તેને કોઈ હપ્તો આપવો ન હતો જેથી તેણે વલસાડ અને ડાંગ એસીબીનો સંપર્ક સાધી તમામ વિગત જણાવી પોતાની ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે સુરત એસીબી મદદનીસ નિયામક એનપી ગોહિલના સુપર વિઝન હેઠળ લાંચીયા એએસઆઈને ઝડપી પાડવા માટે ટ્રેપિંગ અધિકારીઓની ટીમ બનાવવામાં આવી, જેમાં વલસાડ પીઆઈ કે.આર.સકસેના વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે. અને એ.સી.બી. સ્ટાફનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

એસીબીની ટ્રેપીંગ ટીમના પ્લાન અનુસાર, એએસઆઈ પાટી બાવાસી ફળીયા પાસે જાહેર રોડ પર આવ્યો અને વેપારી પાસેથી જેવી પાંચ હજારની રકમ લીધી તેવી જ એસીબીની ટીમે તેને રંગાહાથ ઝડપી પાડ્યો હતો. એસીબીએ આરોપી એસએસઆઈને ડિટેઈન કરી તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો