ટ્રકમાં જોરદાર ટ્રિકથી છૂપાવીને લવાતો હતો પાંચ લાખથી વધુનો દારૂ, મોરબી એલ.સી.બી. ટીમે ઝડપી પાડ્યો
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ટંકારાના મેઘપર ઝાલામાંથી એલસીબીએ (Morbi LCB) રૂ. 5.64 લાખનો 1880 બોટલ વિદેશી દારૂ પકડી પાડ્યો છે. જેમા એક આરોપીની અટકાયત કરવામાં આવી છે અને અન્ય ચાર આરોપીઓના નામ ખૂલ્યા છે. એક ટ્રકમાં રો મટીરીયલની આડમાં વિદેશી દારૂ ઘુસાડવામાં આવતો હતો.
મોરબી એલ.સી.બી. (Local crime branch) દ્વારા ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામની સીમમાંથી સિરામિકમાં વપરાતા રો મટીરીયલ ચાઇના કલે (માટી) નીચે છુપાવી રાખેલ અંગ્રેજી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ- 1880 (કિં.રૂ. 5,64,000) તથા ટ્રક, મોબાઇલ ફોન નંગ 1 મળી કુલ કી.રૂ. 15,69,000ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.
મોરબી એલ.સી.બી. ટીમ ગઇકાલે નાઇટ પેટ્રોલિંગમાં હતી તે સમય દરમ્યાન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મેઘપર ઝાલા ગામથી બંગાવડી જતા કાચા રસ્તે સીમમાં ધર્મેન્દ્રસિંહ દીલીપસિંહ ઝાલા તથા રવિરાજસિંહ અમરસંગ ઝાલા (રહે. બન્ને મેઘપર ઝાલા, તા.ટંકારા) તથા યુવરાજસિંહ ઉર્ફે ભાણું જાડેજા (રહે ખીડોઇ કચ્છ)એ પરપ્રાંતમાંથી અશોક લેલન ટ્રક નંબર RJ-21-GA-2577 માં અંગ્રેજી દારૂનો જથ્થો વેચાણ કરવા મંગાવી ઉતારવાના છે.
જેમાં એલસીબી ટીમને મળેલી ચોકકસ બાતમીના આધારે ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામથી બંગાવડી તરફ જતા કાચા રસ્તે સીમમાં દરોડો પાડતા ટ્રક ડ્રાઇવરને ટ્રકમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ બોટલો નંગ- 1880 (કિં.રૂ. 5,64,000) ઝડપી પાડવામાં આવ્યો હતો.
જેમાં પોલીસે વિદેશી દારૂનો જથ્થો, મોબાઇલ ફોન 1 અને ટ્રક મળી કુલ કી.રૂ. 15,69,000/- ના મુદામાલ કબ્જે કર્યો હતો. જેમાં પોલીસને રેઇડ દરમિયાન એક આરોપી સંતકુમાર રામુ રામ બીકનોઇ (રહે પોલાસ વીશનોઇયાન, તા.દેગાના, જી.નાગોર (રાજસ્થાન))ને પકડી પાડયો છે. તેમજ આ કેસમાં અન્ય ચાર આરોપીઓ બલદેવરામ ચૌધરી, ધર્મેન્દ્રસિંહ દીલીપસિંહ ઝાલા, રવિરાજસિંહ અમરસંગ કલા, યુવરાજસિંહ ઉર્ફે ભાણું જાડેજાનું નામ ખૂલ્યું છે.
આ તમામ આરોપીઓ વિરૂધ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા હેઠળ મોરબી એલ.સી.બી.એ ગુનો રજીસ્ટર કરાવેલ છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પૂર્વે જ આવડો મોટો જથ્થો ટંકારા પંથકમાં થી પકડાતા સ્થાનિક પોલીસ પોલીસ કેમ અંધારામાં રહી એ પણ મોટો સવાલ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

