કોરોના બાદ રહેતી અશક્તિ માટે GTUએ બનાવી કારગર દવા, ગુજરાતમાં ઉગતા થોરના ફૂલમાંથી બની છે દવા

કોરોનાથી સાજા થયા બાદ પણ ઘણા લોકોને અશક્તિ રહેવાની ફરિયાદ થતી હોય છે. તેવામાં ગુજરાતની GTU દ્વારા ફાફડા થોરના લાલ ફૂલમાંથી બનતી દવા ઉપર સંસોશધન કરવામાં આવ્યું હતું. આ દવા પાંડુરોગ માટે વપરાય છે. પણ કોરોના દર્દીઓમાં પણ તે ખુબ જ કારગર નીવડી છે. અને અશક્તિ દૂર કરવામાં આ દવા કારગર સાબિત થઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

હેમપોઇન નામની દવા જે પાંડુરોગ માટે વપરાય છે એ દવા કોરોના મહામારીમાં કેટલી અસરકારક નીવડે છે તેના પર સંશોધન જીટીયુ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ફાર્મસીની ભાષામાં કહેવાય છે કે કોમ્પિટિશનલ ડ્રગ ડિસ્કવરીના માધ્યમથી કોરોના વાયરસના સ્પાઈટ પ્રોટીન, ન્યુક્લિઓકેપ્સિટ પ્રોટીન અને પ્રોટીએજેનઝાઇન તેની ઉપર તેનું બાઇન્ડિગ જોવામાં આવ્યુ. જેમાં 96 % બાઇન્ડિગ થાય છે તે જાણવા મળ્યું. જેના લીધે એ સંભાવના વધી જાય છે કે કોરોના વાયરસનું રેપ્લિકેશન અટકી શકે. પછી રિજીયોનલ ટેકનોલોજી ઓફ બાયોટેક્નોલોજી ફરીદાબાદમાં તેનું પરીક્ષણ કરવામાં આવ્યું. જેમાં જાણવા મળ્યું કે માત્ર 24 કલાકમાં જ 41.7 % વાયરલ રેપ્લિકેશનને આ મેડીસીન અટકાવે છે.

સંશોધનના આધારે તેને ડોકટર્સ અને મેડિકલ પ્રોફેશનમાં પ્રમોટ કરવામાં આવ્યું અને 480 દર્દીઓમાં તેના ટ્રાયલ્સ મળ્યા. જેમાં કોરોનાને લીધે પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટવા, RBC ઘટવું, હિમોગ્લોબીન ઘટવા સાથે CRP અને LDH આ બે વધી જાય છે. તો આની ટ્રીટમેન્ટમાં જાણવા મળ્યું કે સ્પોર્ટીવ ટ્રીટમેન્ટમાં હિમોગ્લોબીન વધે છે, RBC, wBC અને પ્લેટલેટ્સ કાઉન્ટ વધે છે અને સાથે CRP અને LDH નું લેવલ પણ ઘટે છે એટલે ક્યાંક ને ક્યાંક કોરોનાના દર્દીઓને અસરકારક નીવડ્યું. જેના કારણે અશક્તિ રહેતી હતી તે અશક્તિ દૂર થાય છે. એટલે સ્પોર્ટીવ અને પ્રિવેંટીવ ટ્રીટમેન્ટમાં આની અસર જોવા મળી છે. હાલ પાંડુરોગમાં તો આ દવાનું અસરકારક પરિણામ મળે છે સાથે કોરોના અને પોસ્ટ કોવિડમાં પણ ખૂબ સારું પરિણામ જોવા મળ્યું છે.

પોસ્ટ કોવિડ RBC અને હિમોગ્લોબીન ઘટી ગયા હોય છે જેના કારણે અશક્તિ રહેતી હોય છે. તો આ દવા અશક્તિ દૂર કરવામાં કારગર નીવડી છે. આ દવા સૌરાષ્ટ્ર સહિત રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળતા ફાફડા થોરના ઉગતા લાલ ફૂલમાંથી બનાવી છે. છેલ્લા 12 વર્ષના સંશોધનના આધારે આ દવા તૈયાર કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો