રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય, CBSE પેટર્નથી તમામ શાળામાં એપ્રિલથી શરૂ થશે નવું શૈક્ષણિક સત્ર, ઉનાળું વેકેશન એક મહિના પછી અપાશે

રાજ્ય સરકારે વર્ષ 2020-21નું શૈક્ષણિક સત્ર 20 એપ્રિલ, 2020થી શરૂ થશે તેવી જાહેરાત કરી છે. છેલ્લા કેટલાય સમયથી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના દિવસોમાં વધઘટ જોવા મળતી હતી. જેને લઇને રાજ્ય સરકારે બંને સત્રના શૈક્ષણિક દિવસો સમાન રહે તેવી જોગવાઈ કરી છે. ઉલ્લેખનીય છે કે, CBSEમાં આ પ્રકારે સત્રની શરૂઆત થાય છે. તે પ્રમાણે રાજ્યમાં પ્રથમવાર સરકારે સીબીએસઈ પેટર્ન પ્રમાણે આગામી સત્ર ચાલુ કરવાની જાહેરાત કરી છે.

પરીક્ષા પછી 4 અઠવાડિયા ભણવું પડશે

માર્ચ મહિનામાં અંતમાં અથવા એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં પરિક્ષા પૂર્ણ થયા બાદ મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં ઉનાળાનું વેકેશન આપવામાં આવશે. મહત્વનું છે કે, વાર્ષિક પરીક્ષા પૂરી થયા પછી દિવસો હોતા નથી જેને કારણે શૈક્ષણિકા કાર્ય કરી શકાતું નથી. તેથી રાજ્ય સરકારે આ વખતે એપ્રિલમાં શૈક્ષણિક સત્ર શરૂ કરવાની જાહેરાત કરી છે. જેને કારણે 4 અઠવાડિયા જેટલો સમય મળશે અને ત્યારબાદ ઉનાળાના વેકેશનની શરૂઆત થશે. આ પદ્ધતિ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એમ તમામ શાળાઓમાં લાગુ કરવા જણાવવામાં આવ્યું છે. આ મામલે શિક્ષણવિદ્ સાથે વિગતવાર ચર્ચા કરી કેટલાક ઠરાવ પસાર કરવામાં આવ્યા છે.

આ નિર્ણયને કારણે કઇ રીતે એક મહિનો શિક્ષણનો વધી જશે

આ વર્ષે એટલે કે 20 એપ્રિલ,2020થી સત્ર શરૂ થતું હોવાથી રવિવારની રજાને બાદ કરતા 12 દિવસ શિક્ષણના વધશે. પણ, શૈક્ષણિક વર્ષ 2021-22થી નિયમિતપણે રવિવારની રજાને બાદ કરતા 24 દિવસ શિક્ષણના વધશે એટલે કે એક મહિનો શિક્ષણનો વધી જશે.

પુસ્તકો પૂરાં પાડવા મોટો પડકાર હશે

શિક્ષણ વિભાગે નિર્ણય કરી લીધો છે,પણ ગુજરાત પાઠ્ય પુસ્તક મંડળ તા. 1 એપ્રિલથી પુસ્તકો પૂરાં પાડી શકશે કે કેમ તે પ્રશ્ન છે. અત્યાર સુધી તા. 15 જૂનથી હાથ ધરાનારા શૈક્ષણિક સત્રમાં પુસ્તકો સમયસર મળતા નથી. આવા સંજોગોમાં એપ્રિલ મહિનામાં પુસ્તકો પૂરતી સંખ્યામાં મળે તો વિદ્યાર્થીઓને શૈક્ષણિક દિવસો વધાર્યા તેનો લાભ મળશે.

પસાર કરવામાં આવેલા ઠરાવ

1. આગામી શૈક્ષણિક વર્ષ 20 એપ્રિલથી શરૂ થશે.
2. ઉનાળાનું વેકેશન તારીખ 4 મે, 2020થી 7 જૂન, 2020 સુધી રહેશે.
3. એપ્રિલના પ્રથમ અઠવાડિયાથી જ શૈક્ષણિક કાર્યની શરૂઆત કરવાની રહેશે.
4. પરીક્ષા અને તેને સંલગ્ન કામગીરી માર્ચમાં જ પૂરી કરવાની રહેશે.
5. ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તર મંડળ દ્વારા એપ્રિલમાં જ પુસ્તકો મળી જાય તેનું આયોજન કરવાનું રહેશે
6. ઉનાળા વેકેશન અને દિવાળી વેકેશનના દિવસો જોગવાઇ પ્રમાણે રાખવાના રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો