રાજ્યભરની પ્રાથમિક શાળામાં ધો.3થી 8ની પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર, 35 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
રાજ્યભરની તમામ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધો.3 થી 8ના 35 લાખ વિદ્યાર્થીઓની તમામ વિષયોની દ્વિતીય સત્રની પરીક્ષાનું ટાઈમ ટેબલ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. 26મી માર્ચથી પરીક્ષા શરૃ થશે અને 8મી એપ્રિલે પૂર્ણ થશે.
ધો.3 થી 8ના તમામ વિષયોના પેપરો જિલ્લાના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મારફતે સ્કૂલને અપાશે. પેપરોનું પ્રિન્ટીંગ જિલ્લાકક્ષાએથી કરવાનું રહેશે. ધો.3 થી 4માં વિદ્યાર્થીઓએ પ્રશ્નપત્રમાં જ ઉત્તરો લખવાના રહેશે. ધો.5, 6, 7, 8ના વિદ્યાર્થીઓએ અલગ ઉત્તરવહીમાં ઉત્તરો લખવાના રહેશે. ઉત્તરવહીનું 100 ટકા બાહ્ય મૂલ્યાંકન કરાવવાનું રહેશે. ધો.5 થી 8માં જે વિદ્યાર્થી બે કે તેથી વધુ વિષયમાં ઈ ગ્રેડ મેળવે (એટલે કે 35 ટકાથી ઓછું સિધ્ધિ સ્તર હોય) તેને જે તે ધોરણમાંથી વર્ગ બઢતી આપવાની નથી.
પરંતુ પરીક્ષાનું પરિણામ જાહેર થયાના બે માસ દરમિયાન ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કર્યા બાદ શાળાકક્ષાએ પુનઃકસોટી યોજવાની રહેશે. ધો.5 અને ધો.8નું પરિણામ તા.15-4ના રોજ અને અન્ય ધોરણોનું પરિણામ તા.18-4ના રોજ જાહેર કરવાનું રહેશે.
દ્વિતીય સત્ર મૂલ્યાંકનનો કાર્યક્રમ
તારીખ #ધોરણ #વિષય #સમય
તા.૨૬-૩#૩ થી ૫, ૬ થી ૮#ગુજરાતી#૧૧ થી ૧, ૨ થી ૫
તા.૨૭-૩#૩ થી ૫, ૬ થી ૮#ગણિત#૧૧ થી ૧, ૨ થી ૫
તા.૨૮-૩#૩ થી ૫, ૬ થી ૮#પર્યાવરણ, સા.વિજ્ઞાન#૧૧ થી ૧, ૨ થી ૫
તા.૩૦-૩#૪ થી ૫, ૬ થી ૮#હિન્દી#૧૧ થી ૧, ૨ થી ૫
તા.૩૧-૩#૪ થી ૫, ૬ થી ૮#અંગ્રેજી#૧૧ થી ૧, ૨ થી ૫
તા.૧-૪#૬ થી ૮ઈંવિજ્ઞાન અને ટેકનોલોજિ#૮-૩૦ થી ૧૧-૩૦
તા.૩-૪#૬ થી ૮#સંસ્કૃત#૮-૩૦ થી ૧૧-૩૦
તા.૪-૪#૩ થી ૮#શારીરિક શિક્ષણ#શાળાકક્ષાએ
તા.૭-૪#૩ થી ૮#ચિત્રકલા#શાળાકક્ષાએ
તા.૮-૪#૩ થી ૮#સંગીત, કાર્યાનુભવ#શાળાકક્ષાએ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

