મૂળ પાટણના અને અમેરિકામાં સ્થાયી થયેલા ‘પટેલ બ્રધર્સે’ અંબાજી મંદિરને 1 કિલોગ્રામ સોનું દાન કર્યું

મૂળ પાટણ બાલીસણાના રહેવાસી અને અમેરિકા ખાતે સ્થાયી થયેલા પટેલ બ્રધર્સ (Patel brothers)ના બેનર હેઠળ ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર (Indian grocery store) ચલાવતા મહેન્દ્રભાઈ પટેલે (Mahendra Patel) શક્તિપીઠ અંબાજી (Ambaji temple)માં રૂપિયા 48 લાખની કિંમતનું એક કિલો સોનું ભેટ ચઢાવ્યું છે. મહેન્દ્રભાઈ પટેલ અને તેમના ભાઈ હર્ષદભાઈ પોતે અમેરિકા (America) ખાતે સ્થાયી થયેલા છે. તેઓ પૂનમ ભરવા અંબાજી આવતા રહેતા હોય છે. જોકે, છેલ્લા લાંબા સમયથી તેઓ અંબાજી ખાતે માતા અંબાના દર્શને આવી શક્યા ન હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આથી તેમણે પોતાની ઈચ્છા અનુસાર એક કિલો સોનું તેમના પરિવારજનોના હસ્તે અંબાજી મોકલી આપ્યું હતું. આજે મંદિર પરિષર ખાતે સોના સાથે તેમના પરિવારના લોકો આવી પહોંચતા તેમનું અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરાયું હતું. મા અંબાના નીજ મંદિરના ગર્ભગૃહ આગળ એક કિલો સોનું અર્પણ કરીને મહેન્દ્રભાઈ પટેલના પિતાએ પોતાના પુત્રોની દાન આપવાની ઈચ્છા પૂર્ણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે હાલ અંબાજી મંદિરનું મુખ્ય શિખરને સોનાથી મઢી દેવાયું છે. હવે આગળના ગુંબજોને સુવર્ણથી મઢવા માટેની  કામગીરી માટે આ સોનું દાન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, સોનાના દાતાએ અન્ય માઇ ભક્તોને પણ મંદિરને સોનાનું દાન કરી સંપૂર્ણ મંદિરને સોને મઢવાની કામગીરીમાં સહભાગી બનવાની અપીલ કરી છે.

એક કિલો સોનું દાનમાં આપનાર મહેન્દ્રભાઈના પિતા નટવરલાલ પટેલે (Natvarlala Patel) જણાવ્યું હતું કે, “મારા બે દીકરા મહેન્દ્ર પટેલ અને હર્ષદ પટેલ અમેરિકા રહે છે. બંનેને મા અંબા પર ખૂબ શ્રદ્ધા છે. બંનેની ઘણા લાંબા સમયથી સોનાનું દાન કરવાની ઇચ્છા હતી. આજે એક કિલોગ્રામ સોનું દાનમાં આપ્યું છે. તમામ શ્રદ્ધાળું જો ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ આપે તો મંદિરને સોનાથી મઢવાનું કામ વહેલામાં વહલી તકે પૂર્ણ થઈ શકે છે. અમે સ્વેચ્છાએ આ સોનું દાનમાં આપ્યું છે, અમારે કોઈ માનતા ન હતી. અમે પાટણના ધાયણોજના જહુ માતાના ભગત છીએ. અમે મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા વખતે લગભગ ત્રણ કરોડનું દાન આપ્યું છે.

આ ઉપરાંત રાજકોટના એક દાતાએ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને રૂપિયા 2.63 લાખની કિંમતના 4.485 કિલો ચાંદીમાંથી બનાવેલા વિવિધ વાસણો દાનમાં આપ્યા છે. રાજકોટના દાતાએ ચાંદીના વાસણનો આખો સેટ માતાજીને જમવા માટે અર્પણ કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો