બિહારમાં ઘરે ઘરે દારુની હોમ ડિલિવરી કરનાર આત્મનિર્ભર યુવકોની પોસ્ટ થઈ વાયરલ, દારુ પહોંચાડવાનો ગજબનો આઈડિયા

બિહારના (Bihar) રાજદ મહિલા મહાસચિવ નેત્રી ગાયત્રી દેવીએ સોશિયલ મીડિયા (social media) ઉપર તસવીર પોસ્ટ કરી છે જે ઝડપથી વાયરલ થી રહી છે. આ તસવીરોમાં કેટલાક યુવકો શરીર ઉપર દારૂની બોટલો બાંધી છે. તસવીરો અંગે ગાયત્રી દેવીએ (Gayatri devi) ટ્વીટ કરીને નીતિશ સરકાર (Nitish Government) ઉપર નિશાન સાધ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

તેમણે તસવીરો ટ્વીટ કરતા લખ્યું છે કે આ ટાઈમ બોમ્બ વાળા આતંકીઓ નથી. નીતિશ કુમાર સુશીલ મોદીના રાજ્યમાં ઘર ઘર દારુની હોમ ડિલિવરી (Home delivery of liquor) કરનાર આત્મનિર્ભર બિહારી યુવાનો છે. અહીં બિહાર સરકારનો દાવો છે કે બિહાર આત્મનિર્ભર બની રહ્યું છે. આ દાવાઓને ગાયત્રી દેવીએ નકારી કાઢ્યા છે.

રાજદ પટનાએ પણ મંગળવારે ટ્વીટ કરીને બિહાર સરકાર ઉપર નિશાન સાધ્યું છે. તેમણે યુવકોની દારુની તસ્કરી અંગે સવાલો ઉઠાવ્યા છે. રાજદનું કહેવું છે કે હવે બિહારમાં કુરિયર કંપની સેનિટાઈઝરના નામ પર દારુની તસ્કરી કરી રહી છે. રાજદનો આરોપ છે કે દારુની હજારથી વધારે ખેપ આવે છે પરંતુ બતાવવા માટે એક બેને પકડીને દેખાડે છે.

રાજદનું કહેવું છે કે એક તરફ સીએમ નીતિશ કુમાર દારુબંધીને લઈને બિહારમાં માનવ શ્રૃંખલા બનાવી રહ્યા છે તો બીજી તરફ બૂટલેગરો, સત્તારૂઢ દળો અને પોલીસકર્મચારીઓની મીલીભગતથી અનેક ગેલન દારુ બિહારમાં પહોંચી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે બિહારમાં એપ્રિલ 2016થી દારુ બંધી લાગુ છે.

રાજદે ટ્વીટ ઉપર બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાન્ડેય ઉપર પણ નિશાન સાધ્યું છે. રાજદે ટ્વિટ કરીને લખ્યું છે કે પટનાથી એમબીબીએસનો વિદ્યાર્થી છલ્લા 11 ઓગસ્ટથી ગાયબ છે પરંતુ તમે ઉત્તર પ્રદેશ અને મુંબઈ પોલીસ ઉપર જ નિવેદનો આપી રહ્યા છો. બિહારમાં ન્યાય મેળવવા માટે બધાને સેલિબ્રિટી જ બનવું પડશે કે શું?

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો