રાજકોટમાં GRD જવાન વાહનચાલકો પાસેથી પૈસા ઉઘરાવતો હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ, SPએ કર્યો સસ્પેન્ડ
હાલ સોશિયલ મીડિયામાં જીઆરડી એટલે કે ગ્રામ રક્ષક દળનો જવાન લાંચ લેતો હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે વાયરલ વીડીયો રાજકોટ જિલ્લાના શાપર ગામનો હોવાનું સામે આવ્યું છે. તો સાથે જ વાયરલ વીડિયો મામલે રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મેળા દ્વારા વીડિયોમાં દેખાતા જીઆરડી જવાનને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યો છે.
પ્રાપ્ત સોશિયલ મીડિયામાં ગ્રામ રક્ષક દળનો એક જવાન વાહનચાલકો પાસેથી રૂપિયા ઉઘરાવતાં હોય તેવો એક વીડિયો વાયરલ થયો હતો, આ વાયરલ વિડીયો રાજકોટના શાપર વેરાવળ રોડ પરનો હોવાનું ખૂલ્યું છે. તો સાથે જ વાયરલ વિડીયોમાં પૈસા ઉઘરાવી રહેલો વ્યક્તિ જી.આર.ડી જવાન રાજેશ બાબુભાઈ પીઠડીયા હોવાનું સામે આવ્યું છે.
પૈસા ઉઘરાવતો હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં આ કામનો વિડીયો રાજકોટ જિલ્લાના પોલીસ વડા બલરામ મીણા સુધી પહોંચતા તેમને તાત્કાલિક અસરથી વાયરલ વીડીયો મામલે સાપર પોલીસને રીપોર્ટ કરવાનો આદેશ કર્યો હતો. જે રિપોર્ટ રાજકોટ જિલ્લાના પોલીસ વડા બલરામ મેળાને મળતા તેમણે જે.આર.ડી જવાન રાજેશ પીઠડીયાનું સભ્યપદ રદ કરી તેમને નોકરીમાંથી હકાલપટ્ટી કરવાનો આદેશ કર્યો છે.
રાજકોટ: વાહનચાલકો પાસે તોડ-પાણી કરતા GRD જવાનનો Video વાયરલ, SPએ કર્યો સસ્પેન્ડ @AnkPopat pic.twitter.com/pxjlok06yK
— News18Gujarati (@News18Guj) November 7, 2020
રાજકોટ જિલ્લાના પોલીસ વડા બલરામ મીનાએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયાના માધ્યમથી મારી પાસે જે.આર.ડી જવાન વાહનચાલકો પાસેથી પૈસા ઉઘરાવતો હોય તેઓ એક વિડીયો આવી પહોંચ્યો હતો. જે વિડીયો જોતાની સાથે જ મેં સાપર પોલીસ મથકના પી.એસ.આઇ કુલદીપ સિંહ ગોહિલ ને તાત્કાલિક અસરથી રિપોર્ટ કરવા કહ્યું હતું. ત્યારે રિપોર્ટ આવી પહોંચતા મેં તાત્કાલિક અસરથી જીઆરડી જવા રાજેશ પીઠડીયા ને સસ્પેન્ડ કરવાના આદેશ આપી દીધા છે.
રાજકોટ જિલ્લાના પોલીસ વડા બલરામ મીણા એ જાહેર જનતાને અપીલ પણ કરી છે કે, જો મારા વિસ્તારમાં કોઇ પણ પોલીસ કર્મી કે અધિકારી કોઈપણ સામાન્ય નાગરિક પાસેથી કે અન્ય કોઈ વ્યક્તિ પાસેથી કોઇપણ કામે લાંચ માગતું હોય તો તાત્કાલિક અસરથી તમે રાજકોટ જિલ્લા પોલીસ વડાની કચેરીનો સંપર્ક કરો. બાતમી આપનાર નું નામ ગુપ્ત રાખવામાં આવશે તેમજ જે તે લાંચિયા અધિકારી-કર્મચારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે થોડાંક સમય પૂર્વે રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકમાં હનીટ્રેપ નો ગુનો નોંધાયો હતો જે હનીટ્રેપ ના ગુનામાં તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે ગ્રામ રક્ષક દળના જવાન તેમજ એ.એસ.આઈ કક્ષાની મહિલા અધિકારી ની સંડોવણી પણ સામે આવી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી પોલીસ ખાતું હોય કે અન્ય કોઈ વિભાગ હોય એક પેટન લાંચ લેવા માટેની બની ચૂકી છે જે પેટન અંતર્ગત ટ્રાફિક માં ફરજ બજાવતાં અધિકારીઓ ટ્રાફિક બ્રિગેડ પાસે લાંચ લેવડાવતા હોય છે, જ્યારે કે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર અધિકારી કે કર્મચારી ગ્રામ રક્ષક દળના જવાનો પાસે લાંચ લેવડાવતા હોય છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

