આખલા સાથે બાઇક અથડાતા GRD જવાનનું મોત થતા ઉના પોલીસે પરિવારને ફાળો કરીને 1.45 લાખ આપ્યા
13 માર્ચના રોજ ઉના પોલીસ સ્ટેશનમાં GRD જવાન તરીકે ફરજ બજાવતા કમલેશ વાઢેરનું મોત નીપજ્યું હતું. દારૂ ભરેલી ગાડીનો પીછો કરવા બુલેટ પાછળ દોડાવ્યું હતું. પરંતુ અચાનક જ આખલો આડો ઉતરતા તેની સાથે અથડાતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પરંતુ ઉના પોલીસે ફાળો એકત્ર કરી કમલેશના પરિવારને 1.45 લાખ રૂપિયા આપી સમાજમાં પ્રેરણા આપતું ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. તેમજ પોલીસે કમલેશના પિતાને સાંત્વના પાઠવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
આ પણ વાંચજો:-
If you like our post than don’t forget to share with your friends..

