દાદાના પેન્શનના રૂપિયા પૌત્ર એ PUBGમાં ઉડાવી દીધા, ખાતામાં માત્ર રૂ.275 બચ્યા છે તેવો મેસેજ આવતા તેમના હોશ જ ઊડી ગયા

દિલ્હીમાં રહેતા એક રિટાયર્ડ BSNL કર્મચારીના મોબાઇલ પર બેન્કમાંથી એક મેસેજ આવ્યો. વાંચતા જ 65 વર્ષના વૃદ્ધના હોંશ ઉડી ગયા. લખ્યું હતું કે એકાઉન્ટમાં માત્ર 275 રૂપિયા બચ્યા છે. તરત જ વૃદ્ધ એ સાઇબર સેલ અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. બે લાખથી વધુ રૂપિયાની રકમ તેમની જાણ વગર ઉપાડી દેવામાં આવી હતી. જ્યારે સાઇબર સેલે તપાસ કરી તો ખબર પડી કે તેમના 15 વર્ષના પૌત્ર એ દાદાના પેન્શન એકાઉન્ટમાંથી 234497 રૂપિયા PUBG ગેમ પર ઉડાડી દીધા. તાજેતરમાં જ આ ગેમ પર ભારત સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે.

ડેબિટ કાર્ડથી PayTM માં ટ્રાન્સફર કર્યા પૈસા

ડીસીપી નોર્થ એંટો અલ્ફોંસ એ કહ્યું કે ફરિયાદકર્તાની પાસે 8 મેના રોજનો મેસેજ આવ્યો હતો. તપાસમાં ખબર પડી કે તેમના ડેબિટ કાર્ડમાંથી 7મી માર્ચ થી 8 મેની વચ્ચે 234497 રૂપિયા એખ PayTM એકાઉન્ટમાં ટ્રાન્સફ કર્યા. એ પણ ખબર પડી ગઇ કે દરેક ટ્રાન્ઝેકશન માટે પીડિતના મોબાઇલ નંબર પર ઓટીપી મોકલાતો હતો પરંતુ મોબાઇલ પર કોઇ ઓટીપી મળ્યો નથી. આ PayTM એકાઉન્ટ કોઇ 23 વર્ષના પંકજ કુમારના નામે હતું જેણે કહ્યું કે તેમના વોલેટનો એક મિત્ર એ ઉપયોગ કર્યો. તે મિત્ર બીજું કોઇ નહીં પીડિતનો પૌત્ર નીકળ્યો.

મોબાઇલમાંથી ઉડાડી દીધા તમામ મેસેજ

જ્યારે 15 વર્ષના છોકરાને પકડી કડકાઇથી પૂછપરચ્છ કરી તો ખબર પડી કે તે ગેમમાં થોડુંક ખરીદવા માંગતો હતો. તે છેલ્લાં કેટલાંય મહિનાઓથી PUBG રમી રહ્યો હતો. રેન્ક વધારવા માટે તેણે પોતાના દાદાના ડેબિટ કાર્ડનો ઉપયોગ કર્યો. પોલીસના મતે OTP નાંખ્યા બાદ તેણે મેસેજ મોબાઇલમાંથી ડિલીટ કરી દીધા. 2 લાખ રૂપિયા ઉડાવ્યા બાદ ગેમમાં તેનો રેન્ક Ace લેવલ થઇ ગયો હતો.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, કિશોરની વિરુદ્ધ કોઈ કાયદાકિય કાર્યવાહી નહીં કરવામાં આવે કારણ કે તેના દાદાએ આ મામલામાં ફરિયાદ પરત લેવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે ગત 8 મેના રોજ દાદાના મોબાઇલ ફોન પર એક મેસેજ આવ્યો જેમાં બેન્કના ખાતામાંથી 2500 રૂપિયા ડેબિટ થવાનું લખ્યું હતું. આટલા રૂપિયા ડેબિટ થયા બાદ તેમના ખાતામાં માત્ર 275 રૂપિયા જ બચ્યા હતા. ત્યારબાદ સ્ટેટમેન્ટ ચેક કરતાં જાણવા મળ્યું કે છેલ્લા બે મહિનામાં તેમના ખાતામાંથી એક Paytm ખાતામાં કુલ 2.34 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો