માતા-પિતાને વૃદ્ધાવસ્થામાં વૃદ્ધાશ્રમમાં મૂકી જનાર અનેક સંતાનો માટે પ્રેરણારૂપ કિસ્સો આવ્યો સામે, અમદાવાદમાં પૌત્ર આર્થિક રીતે સદ્ધર થતાં પરિવાર વડીલને વૃદ્ધાશ્રમમાંથી ઘરે લઈ ગયો

માતા-પિતાને વૃદ્ધાવસ્થામાં વૃદ્ધાશ્રમમાં મૂકી જનાર અનેક સંતાનો માટે પ્રેરણારૂપ કિસ્સો જીવનસંધ્યા આશ્રમમાં બન્યો છે. 83 વર્ષના હરિવદન ત્રિવેદી 11 વર્ષથી જીવનસંધ્યા આશ્રમમાં રહેતા હતા. શનિવારે તેમનો પરિવાર તેમને ઘરે પરત લેવા આવી પહોંચ્યો ત્યારે આશ્રમમાં રહેતા અનેક વૃદ્ધો હરખાયા હતા.

હરિવદનભાઇ ત્રિવેદીએ મિલમાંથી નિવૃત્ત થયા બાદ ભાડાના મકાનમાં રહેવું પડતું હતું. તેમનો દીકરો કર્મકાંડના વ્યવસાયમાં હોવાથી આર્થિક સ્થિરતા પણ નહોતી. તેથી હરિવદનભાઇ વૃદ્ધાશ્રમમાં રહેવા આવી ગયા હતા. થોડા સમય પહેલા તેમને કોરોના થતા તેમને હોસ્પિટલમાંંથી તેમના દીકરાના ઘરે લઇ ગયા હતા. ઘરે બે મહિના રહ્યા બાદ દિકરાએ કહ્યું કે તમારી ઉંમર વધી રહી છે અને હવે તે પોતાનું ઘર પણ લઇ રહ્યો છે તેથી તમે ઘરે રહેવા પરત આવી જાઓ. આ સાંભળીને તેઓ ભાવવિભોર બની ગયા હતા.

પૌત્રને સારી નોકરી મળતાં સ્થિતિ સુધરી

હરિવદન ત્રિવેદીને લેવા આવેલા પુત્રવધુએ કહ્યું, અત્યાર સુધી આર્થિક સ્થિતિ અને ઘરની સંકડામણને લીધે પપ્પા વૃદ્ધાશ્રમમાં રહેતા હતા. પરતું હવે તેમનો દીકરો પણ ફાર્મા કંપનીમાં નોકરી કરે છે અને પોતાનું ઘર પણ લીધું છે તેથી પપ્પાને પાછા લઇ જઇએ છીએ. આશ્રમમાં રહીને બીજા સહમિત્રોને હરિવદનભાઇ હેલ્થને લઇને કોઇ તકલીફ હોય તો તેમાં મદદ કરતા હતા. વધુ તબિયત બગડે તો 108 બોલાવીને તેમને મોકલવામાં આવતા હતા. તેમની સાથેની વાતચીતમાં જણાવ્યું કે દરેક વૃદ્ધે તેમની ગમતી પ્રવૃત્તિ કરવી જોઇએ. બેસી ન રહેવું જોઇએ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો