રાજકોટમાં દાદા-દાદીએ પૌત્રની સગાઇમાં 300 દર્દીઓના ફ્રીમાં મોતીયાના ઓપરેશન કરાવી આપ્યા. દાદા દાદી અન્ય માટે બન્યાં પ્રેરણારૂપ

રાજકોટમાં પૌત્રની સગાઈ પ્રસંગે દાદા- દાદી દ્વારા એક પ્રેરણારૂપ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. મંગળવારે સવારે પૌત્રની સગાઇ હતી ત્યારે દાદા-દાદીએ 300 દર્દીઓના મોતીયાના વિનામૂલ્યે ઓપરેશન કરાવી આપ્યા છે. રાજકોટમાં રહેતા યોગેશભાઈ જોગીના માતા કાંતાબેન અને પિતા ચંદ્રકાંતભાઈ જોગીની વર્ષો પહેલા આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હતી ત્યારે આ દંપતીને આંખનું ઓપરેશન આવ્યું હતું.

રણછોડદાસબાપુ આંખની હોસ્પિટલમાં ડોનેશન આપવામાં આવ્યું

પૂરતા પૈસા ન હોવાથી ખાનગી હોસ્પિટલના ખર્ચા તેઓને પરવડી શકે તેમ ન હોય આથી આ દાદા-દાદીએ તેમનો આંખનું ઓપરેશન પૂજ્ય રણછોડદાસબાપુ હોસ્પિટલમાં કરાવ્યું હતું. હોસ્પિટલ દ્વારા જાણીતા તબીબો દ્વારા તેઓને મોતિયાનું ઓપરેશન બાદ દવાઓ પર વિના મૂલ્યે મળી હતી. જો કે આ વાત આજ દિવસ સુધી દાદા દાદી ભૂલ્યા નથી. દાદા-દાદી દ્વારા પુત્રની સગાઇ પ્રસંગે પૂજ્ય રણછોડદાસબાપુ આંખની હોસ્પિટલમાં ડોનેશન આપવામાં આવ્યું છે. જેમાં તેઓ દ્વારા 300 લોકોના આંખના ઓપરેશન વિનામૂલ્યે થાય તે માટે આ દાદા દાદી પ્રેરણારૂપ બન્યાં છે.

યોગેશભાઈ પુરુષાર્થ યુવક મંડળ ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે

જોગી પરિવાર હાલમાં ડિટર્જન્ટ પાવડર બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલો છે. સુખીસંપન એવા આ જોગી પરિવાર દ્વારા સામાજીક અભિગમ સાથે ગરીબ દર્દીઓ માટે મદદમાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. યોગેશભાઈ જોગીના પુત્ર કેવલની સગાઈ આજે શિવાંગી સાથે થઇ હતી. પરિવારમાં ખુશીનો માહોલ છે ત્યારે આ ખુશીનો પ્રસંગ જરૂરિયાતમંદ લોકો સાથે ઉજવાય તેવી દાદા-દાદીની લાગણી અને ભાવના હતી. આ વાતને તેમણે તેમના પુત્ર યોગેશભાઇ સમક્ષ વ્યક્ત કરી હતી. યોગેશભાઈ પુરુષાર્થ યુવક મંડળ ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે. આ ટ્રસ્ટ દ્વારા પ્રમુખ કિશોરભાઈ રાઠોડના નેતૃત્વ હેઠળ વિવિધ સામાજીક અને સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો