ગોળ અને ચણાનું કોમ્બિનેશન સ્વાસ્થ્ય માટે છે ખુબ જ ફાયદાકારક, ચણાના ફાયદા જાણો અને શેર કરો

છોલે-ભટૂરે કે ચણા-પરોઠા દરેકના ફેવરિટ હોય છે આથી મોટાભાગના ઘરમાં આ વાનગી બનતી જ હોય છે. ચણા જોર ગરમ, મસાલા ચણા, છોલે…ચણાની ઘણી બધી ડિશ લોકો મજાથી ખાઈ તો લે છે પણ ઘણા લોકોને ગેસની તકલીફ હોય છે. જો ચણા યોગ્ય રીતે ખાવામાં આવે તો તેના ઘણા બધા ફાયદા મળે છે. ડાયટિશિયન અને ન્યૂટ્રીશનિસ્ટ શિલ્પા મિત્તલ જણાવી રહ્યા છે ચણાના ફાયદા અને તેને ખાવાની સાચી રીત…

ન્યૂટ્રીશનિસ્ટ શિલ્પા મિત્તલે કહ્યું, ચણાને પલાળીને બનાવવામાં આવે તો ગેસની તકલીફ થતી નથી. આખી રાત ચણા પલાળી રાખો અને તેનું પાણી ફેંકી દો. એ પછી ચણા ધોઈને વાપરો. ઘણા લોકો પલાળેલા ચણા કાચા જ ખાઈ જાય છે, પણ આ યોગ્ય નથી. પલાળેલા ચણા એક ટી સ્પૂન તેલમાં સારી રીતે શેકીને ખાઓ. આમ કરવાથી તે પચવામાં કોઈ તકલીફ નહીં થાય.

જે લોકો વેજિટેરિયન છે તેમને કહેવામાં આવે છે કે આમાં કમ્પ્લીટ પ્રોટીન મળે છે. નોન વેજિટેરિયન ફૂડમાં એમિનો એસિડના પ્રોટીનના યુનિટ્સ વધારે હોય છે. તેમાં પ્રોટીન વધારે પ્રમાણમાં હોય છે, પરંતુ જ્યારે વેજિટેરિયન કોમ્બિનેશનમાં વસ્તુઓ ખાય ત્યારે કમ્પ્લીટ પ્રોટીન મળી શકે છે. ઘઉં, જુવાર, બાજરી, મકાઇ, ચોખા કે અન્ય કોઈ પણ અનાજ અને પ્રોટીનનું કોમ્બિનેશન કરવાથી અછત પૂરી કરી શકાય છે. સૌથી સારું ઉદાહરણ છે ચણા અને પરોઠા. આ બંને શરીરને યોગ્ય માત્રામાં પ્રોટીન આપે છે. મોટાભાગના ઘરમાં આ કોમ્બિનેશન જોવા મળે છે. નવરાત્રિના વ્રત પૂરા થયા પછી ચણા-પુરી ખાવાનું કારણ એ જ છે જે, શરીરને સારી રીતે પ્રોટીન મળે. આમાં અનાજ અને દાળનું કોમ્બિનેશન હોય છે. તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

ચણામાં પ્રોટીન, આયર્ન, ફાઈબર અને કેલ્શિયમ હોય છે. આટલું પૌષ્ટિક હોવાને લીધે આને એથ્લીટ્સ, બોડી બિલ્ડર, ફૌજી અને ઘોડાની ડાયટમાં સામેલ કરવામાં આવે છે.

ચણાની તાસીર ગરમ હોય છે આથી ઠંડીમાં ખાવાથી ફાયદો થાય છે.
ચણામાં હાજર ફાઈટો ઈસ્ટ્રોજન સેક્સ પાવર વધારે છે, આ શરીરમાં સ્ટેમિના વધારે છે.

ચણાને મૂડ બૂસ્ટર પણ કહેવામાં આવે છે, આ ખાવાથી ચહેરા પર ખુશી આવી જાય છે અને મૂડ સારો બને છે.

ગોળ અને ચણાનું કોમ્બિનેશન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ ચણા પલાળેલા કે પછી રાંધેલા હોવા જોઈએ.

ચણાની દાળ ડાયટમાં સામેલ કરવી જોઈએ. બાળકોને પણ ચણા ખવડાવો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો