વધુ એક ઝટકો: કેન્દ્ર સરકાર મોટું નામ અને વ્યવસાય ધરાવતી આ 6 કંપનીઓ કરશે બંધ
વિનિવેશ ક્ષેત્રમાં કેન્દ્ર સરકારનો વધુ એક આકરો નિર્ણય લેવા જઈ રહી છે. તે સાંભળીને તમને ઝટકો લાગી શકે છે. કેમ કે કેન્દ્ર સરકાર વધુ 6 કંપનીઓને બંધ કરવા જઈ રહી છે.
વિનિવેશ ક્ષેત્રમાં કેન્દ્ર સરકારનો વધુ એક નિર્ણય
કેન્દ્ર સરકાર વધુ 6 કંપનીઓને બંધ કરશે
ચાલુ વર્ષે 2.10 લાખ કરોડના વિનિવેશનું લક્ષ્ય
સરકારનું પબ્લિક સેક્ટરમાં કંપનીઓના વિનિવેશના માધ્યમથી ચાલુ વર્ષે 2.10 લાખ કરોડનું લક્ષ્ય છે. જેને પગલે નાણાંકીય સંસ્થાઓની ભાગીદારીના વેચાણના માધ્યમથી અન્ય 90 હજાર કરોડ રુપિયા ભેગા કરશે.
કેન્દ્રીય નાણામંત્રી અનુરાહ ઠાકુરે સોમવારે વિનિવેશને લઈને ભરેલા પગલા અંગે જાણકારી આપી હતી. તેમણે લોકસભામાં કહ્યું કે સરકાર 20 કંપનીઓ (CPSEs) અને તેમના યૂનિટ્સમાં ભાગીદારી વેચવાની તૈયારીમાં છે. આ કંપનીઓ રણનીતિક વિનિવેશ પ્રક્રિયાના વિભિન્ન સ્તરોમાં છે.
આ ઉપરાંત તેમણે કહ્યું કે સરકાર 6 સરકારી કંપનીઓ બંધ કરવા જઈ રહી છે. તેમણે કહ્યું કે નીતિ આયોગે સરકારી કંપનીઓના વિનિવેશ માટે કેટલીક શરતો નક્કી કરવામાં આવી છે. જેના આધારે સરકારે 2016માં અત્યાર સુધીમાં 34 મામલામાં રણનીતિક વિનિવેશ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
બંધ થનારી આ 6 કંપનીઓમાં હિન્દુસ્તાન ફ્યુરોકાર્બન લિમિટેડ, સ્કૂટર્સ ઇન્ડિયા, હિન્દુસ્તાન પ્રીફૈબ, ભારત પંપ એન્ડ કમ્પ્રેશર લિમિટેડ, હિન્દુસ્તાન ન્યૂઝપ્રિન્ટ અને કર્ણાટક એન્ટીબાયોટિક્સ એન્ડ ફાર્માશ્યુટિકલનો સમાવેશ થાય છે. આ 6 કંપનીઓ બંધ કરાશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

