સરકારે VIP સુરક્ષામાં કર્યો ફેરફાર, હવે VIP સુરક્ષામાં નહીં જોવા મળે બ્લેક કેટ કમાન્ડો, NSGની મુખ્ય કામગીરી દેશમાં આતંકવાદ સામે ઓપરેશન હાથ ધરવાની છે

ગાંધી પરિવાર પાસેથી SPG સુરક્ષા પાછી ખેંચ્યા બાદ હવે સરકારે તમામ VIP લોકોની સુરક્ષામાંથી નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) કવર હટાવવાનો નિર્ણય કર્યો છે. સરકારી સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે વિશિષ્ટ લોકોને સુરક્ષા આપવાની કામગીરીથી હવે NSGને દૂર રાખવામાં આવશે. આ અગાઉ ગૃહ મંત્રાલય સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની SPG સુરક્ષા હટાવવા ઉપરાંત અનેક મોટા રાજકીય નેતાઓની સુરક્ષા ઘટાડી ચુક્યું છે.

13 VIPને NSG કવર

આશરે બે દાયકા બાદ પ્રથમ વખત NSGના બ્લેક કેટ કમાંડોને અતિ વિશિષ્ટ લોકોની સુરક્ષાથી દૂર રાખવામાં આવશે. વર્ષ 1984માં થયેલા તોફાનો બાદ NSGની રચના કરવામાં આવી હતી ત્યારે VIPની સુરક્ષા આ દળની જવાબદારી હેઠળ ન હતી.

આધુનિક શસ્ત્રોથી સજ્જ આ ખાસ સુરક્ષા દળ VIP લોકોને સુરક્ષા કવર આપે છે, જે વર્તમાન સમયમાં ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતા 13 ખાસ વ્યક્તિને મળી રહી છે. આવા દરેક VIPની સુરક્ષામાં આશરે બે ડઝન કમાન્ડો ફરજ પર હોય છે.

NSGના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સુરક્ષામાં રહેલા NSGનું સ્થાન અર્ધસૈનિક દળોને સોંપવામાં આવશે. આ નેતાઓ ઉપરાંત ભૂતપુર્વ મુખ્યમંત્રી માયાવતી, મુલાયમ સિંહ યાદવ, ચંદ્રબાબુ નાયડુ, પ્રકાશ સિંહ બાદલ, ફારુક અબ્દુલ્લાને પણ NSG સુરક્ષા કવચ મળેલુ છે. આ ઉપરાંત આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ અને ભૂતપુર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને પણ NSG સુરક્ષા મળે છે.

નેતાઓની સુરક્ષા NSG પર બોજરૂપ

ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે NSGની મુખ્ય કામગીરી દેશમાં આતંકવાદી સામે ઓપરેશન ચલાવવાનું તેમ જ વિમાન અપહરણ જેવી ઘટના અટકાવવા માટે છે. પરંતુ VIP લોકોને સુરક્ષા આપવી તે મર્યાદિત કામગીરી છે અને સ્પેશ્યલ ફોર્સ પર બોજરૂપ સ્થિતિ છે. આ બાબતને ધ્યાનમાં રાખી સરકારે આ નિર્ણય લીધો છે. સરકારના નિર્ણય બાદ NSGના આશરે 450 જેટલા કમાન્ડો VIPની સુરક્ષા કરવાની જવાબદારીમાંથી મુક્ત થશે અને તેમની મૂળ કામગીરી પર લાવવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો