કડકડતી ઠંડીમાં આપણા જવાનો કેટલા સુરક્ષિત? ઠંડીમાં જવાનોને ખાવાની અને પહેરવાની જરૂરી ચીજવસ્તુઓ પણ મળતી નથી: રિપોર્ટ

આપણે સૌ શાંતિથી સુઈ શકીએ છીએ કારણ કે સીમા ઉપર જવાનો આપણી સુરક્ષા કરવા જાગે છે. સરકાર આ જવાનોની વીરતા ઉપર ચુંટણી જીતી લે છે, સર્જીકલ સ્ટ્રાઈક કરાવે છે, એર સ્ટ્રાઇક કરાવે છે પરંતુ તેમને જરૂરી ખોરાક અને સગવડો મળતી નથી જે ખૂબ ચિંતાજનક વાત છે.

CAGના રક્ષા સેવા અને સેનાના એક રિપોર્ટ ઉપરથી tribune india ન્યુઝ એજન્સી વડે બનાવાયેલ એક અહેવાલમાં ચિંતાજનક બાબતો સામે આવી છે. તેમાં લખ્યું છે કે સિયાચિન અને લદાખ જેવી મુશ્કેલ પોસ્ટ ઉપર તહેનાત જવાનોને તેમને જરૂરી ખોરાક અને સગવડો મળતી નથી.

આ જવાનોને આહાર પૂરતો મળી રહ્યો નથી. પૂરતા પ્રમાણમાં તેમને અનાજ મળતું નથી. ખાવામાં જેટલી કેલરી અને ઉર્જાની જરૂરિયાત હોય તે મળતી નથી. બરફ આચ્છાદિત વિસ્તારોમાં ચાલવા માટે વિશેષ પ્રકારના બુટ પણ તેમની પાસે નથી. આ ઉપરાંત ભારે હિમવર્ષા સમયે પહેરવા પડતા ‘સ્નો ગોગલ્સ’ પણ તેમની પાસે નથી.

ઉંચાઈ પર રહેવા માટે જવાનોને વધુ એનર્જીની જરૂર પડે છે જેની સામે જવાનોના આહારની ગુણવત્તા અને પ્રમાણ એટલે કે કવોન્ટિટી અને ક્વોલિટી બંનેમાં ઘટાડો નોંધાયો છે. જવાનોના ખાવાનો કેલરીમાં 82% સુધીનો ઘટાડો નોંધાયો છે.

સ્નો ગોગલ્સમાં 62% થી 98%ની કમી નોંધાઈ છે જેથી હિમવર્ષા દરમિયાન પણ જવાનોના ચહેરા ખુલ્લા રહે છે. બરફમાં ચાલવા જવાનોએ વર્ષો જુના મલ્ટી પર્પઝ બૂટ પહેરવા પડે છે.

સૂત્રોની માહિતી પ્રમાણે જવાનોને જુના ફેસ માસ્ક, જુના જેકેટ અને જૂની સ્લીપિંગ બેગ્સ આપીને સારી ગુણવત્તાના ઉત્પાદનોથી દૂર રાખવામાં આવે છે. નવેમ્બર 2015 થી સપ્ટેમ્બર 2016ની વચ્ચે જવાનોને
નવા બૂટ મળ્યા નહોતા.

નોંધનીય છે કે સેનાના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં વ્યવસ્થિત કામ ન થતું હોવાથી સેનાએ આયાત ઉપર નિર્ભર રહેવું પડે છે. CAGનો આ રિપોર્ટ રાજ્યસભામાં મુકાઈ ગયો છે પરંતુ લોકસભામાં હજી તે મુકાયો નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો