HSRP નંબર પ્લેટ અને પીયુસી કઢાવવા સરકારે સમય આપ્યો, PUCની 30 સપ્ટેમ્બર, HSRPની 16 ઓક્ટોબર સુધી મુદત લંબાવાઈ

ગુજરાત સરકારે 16 સપ્ટેમ્બરથી રાજ્યમાં નવા મોટર વ્હીકલ્સ એક્ટ, 2019 ને લાગુ કરવાનું છે. HSRP નંબર પ્લેટ લગાડવા મામલે રાજ્ય સરકારે ફરી એકવાર મુદતમાં વધારો કર્યો છે. 31મી ઓગસ્ટે મુદત પૂરી થઈ ગયા બાદ તેમાં વધારો નહોતો કર્યો પરંતુ આજે સરકારે HSRP નંબર પ્લેટ લગાવવા માટે 1 મહિનાની નાગરિકોને મુદત આપી છે.

16 ઓક્ટોબર સુધીમાં નંબર પ્લેટ લોકોએ લગાડવાની રહેશે. પીયૂસી વગરના વાહનોમાં પણ 30 સપ્ટેમ્બર સુધીનો સરકારે સમય આપ્યો છે. HSRP નંબર પ્લેટ માટે 9મી વખત સરકાર મુદત વધારી છે.

કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિક નિયમોને વધારે કડક કરવામાં આવ્યા છે. જેનો અમલ ગુજરાત સરકાર દ્વારા 16મી સપ્ટેમ્બરથી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેના પગલે રાજ્યમાં વાહન ચાલકો પીયુસી કઢાવવા માટે લાબી લાઇનોમાં ઊભા રહીને પીયુસી સર્ટિફિકેટ કઢાવવા લાગ્યા હતા. જોકે, આવી સ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા પીયુસી અને એચએસઆરપી નંબર પ્લેટની સમય મર્યાદામાં વધારો કરવામાં આવતા લોકોને થોડી વધારે રાહત મળશે.

રાજ્ય સરકાર દ્વારા ટ્રાફિક એક્ટમાં સુધારા વધારા કરીને આગામી 16મી સપ્ટેમ્બરથી ટ્રાફિકના નવા નિયમનો અમલ કરવાની જાહેરાત કરવામાં આવી છે. 16 સપ્ટેમ્બરે નવો વ્હીકલ્સ એકટ ગુજરાતમાં અમલી બનશે અને નવા ટ્રાફિક એક્ટનો કડક અમલ કરવામાં આવશે.નવા ટ્રાફિક એક્ટના નિયમો અને જોગવાઈઓને લઈને વાહન ચાલકો સચેત થયા છે. જરૂરી દસ્તાવેજો કઢાવવા માટે લોકોની લાઈનો લાગી હતી.

PUC કઢાવવા વાહન ચાલકોની મોટી લાઈનો લાગેલી જોવા માટે મળી રહેતી હોય છે. જુના નિયમ મુજબ PUC વગર 100 રૂપિયા દંડ હતો. જ્યારે નવા નિયમ મુજબ PUC વગર પહેલી વારમાં 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો:-
close