સરકાર ગાયનાં છાણ અને ગૌમૂત્રમાંથી પ્રોડક્ટ બનાવવાનો બિઝનેસ શરૂ કરવા માટે આપશે 60 ટકા ભંડોળ

કેન્દ્ર સરકાર દ્વારા ગોબર અને ગૌમૂત્રથી નવાં ઉત્પાદનો બનાવવાનો ધંધો શરૂ કરીને સરકારી ભંડોળ મેળવી શકાશે. રાષ્ટ્રીય કામધેનુ કમિશનના જણાવ્યા અનુસાર, ડેરીની સાથે સાથે ગાયનું છાણ અને ગૌમૂત્રમાંથી બનેલા ઉત્પાદનવાળાં સ્ટાર્ટઅપ માટે લોકોને શરૂઆતમાં રોકાણના 60 ટકા રોકાણ સરકાર તરફથી મળી શકે છે. યુવાનોને ગાય અને તેની બાય પ્રોડક્ટ આધારિત ઉદ્યોગો માટે પ્રોત્સાહિત કરવામાં આવશે અને ગાયનાં મુખ્ય ઉત્પાદન દૂધ કે ઘી નહીં,પરંતુ તેનાં છાણ અને ગૌમૂત્રમાંથી ઔષધિઓ અને ખેતી ઉદ્દેશ્યો માટે ઉત્પાદન પર ભાર આપવામાં આવશે.

રોજગારની તકો વધશે

500 કરોડ રૂપિયાના શરૂઆતી રોકાણની સાથે કામધેનુ આયોગની શરૂઆત

સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં 500 કરોડ રૂપિયાના શરૂઆતી રોકાણની સાથે કામધેનું આયોગની શરૂઆત કરી હતી. તેનો ઉદ્દેશ્ય આ રીતે નવા બિઝનેસને ઝડપથી આગળ વધારવાનો છે.

કામધેનુ આયોગ મુજબ, ગાયની બાય પ્રોડક્ટની ઔષધિ ઉપયોગ પર થતા રિસર્ચને પ્રોત્સાહિત કરવાનું કામ કરશે. બોર્ડ આવા બાય પ્રોડક્ટ્સના સ્કોલર્સ અને સંશોધકોને તેમના પ્રોજેક્ટ પ્રદર્શન માટે એક પ્લેટફોર્મ પણ પ્રદાન કરશે.

ગૌમૂત્ર અને ગાયના છાણના ઔદ્યોગિકરણથી લોકો દૂધ ન આપતી હોય એવી ગાયોને ન છોડવા માટે પણ પ્રોત્સાહિત થશે. તેમજ ગાય ઉત્પાદનોનાં ઔષધિ મૂલ્યો પર કરવામાં આવતા રિસર્ચને પણ પ્રોત્સાહન મળશે. બોર્ડ જે લોકો પહેલાથી ગૌશાળા ચલાવી રહ્યા છે, તેમના માટે આ અંગેના ટ્રેનિંગ પ્રોગ્રામ અને સ્કિલ ડેવલપમેન્ટ કેમ્પનું પણ આયોજન કરશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો