અમરેલીના જાફરાબાદનો દરિયો ભારતને બનાવી શકે છે આર્થિક રીતે સમૃદ્ધ! આ દરિયાઈપટ્ટીમાં તેલ, અને ગેસનો વિપુલ જથ્થો મળે તેવી સંભાવના: સંશોધન શરૂ

જાફરાબાદથી ગોપનાથ અને ખંભાતને જોડતી દરિયાઈપટ્ટીના પેટાળમાં ઈંધણતેલ અને કુદરતી ગેસનો વિપુલ જથ્થો મળી આવવાની શક્યતાના પગલે ભારત સરકાર દ્વારા ઓએનજીસી મારફતે તેલ સંશોધનની કામગીરીનો આરંભ થઈ રહ્યો છે. જો પેટાળમાંથી પેટ્રોલીયમનો જથ્થો મળે તો ભારત દેશ આર્થિક રીતે સમૃદ્ધ બની શકે તેમ છે.

આ અંગે ફીશરીઝ વિભાગના નિવૃત્ત ડે. ડાયરેક્ટર અને હાલમાં તેલ સંશોધન કરતી એજન્સીના કો-ઓર્ડિનેટર વી. જે. ઠાકરે વિગતો આપતા જણાવ્યું કે, ભારત સરકાર દ્વારા દેશની દરિયાઈ પટ્ટીના પેટાળમાં પેટ્રોલીયમ અને કુદરતી ગેસનો જથ્થો શોધવા માટે ઓએનજીસી મારફતે લાંબા સમયથી સંશોધન કરવામાં આવી રહ્યું છે. જ્યાંથી વિપુલ પેટ્રોલીયમનો જથ્થો નીકળે છે તે ઈરાનના ચૌવાદાર બંદર પાસેનો એક ટાપુ પણ ભારત સરકાર દ્વારા ખરીદીને હાલ ત્યાં હવાઈમથક ઊભું કરવામાં આવ્યું છે અને તેના પેટાળમાંથી પણ પેટ્રોલીયમનો વિપુલ જથ્થો મળી આવે તેવી શક્યતા છે. આ જ રીતે ગુજરાતના દરીયાના પેટાળમાં પણ ભારતને આર્થિક રીતે સમૃદ્ધ કરી શકે તેમ છે.

આ તેલ અને ગેસના સંશોધાન માટે ઓએનજીસી મારફતે સંશોધન ચાલી રહ્યું છે જેમાં તા.ર૯ જાન્યુઆરીથી અમરેલી અને ભાવનગર જિલ્લાને જોડતી દરિયાઈ પટ્ટી જાફરાબાદથી મહુવા, ગોપનાથ વિસ્તારના દરીયામાં રશીયન કંપનીના એકેડેમિક પ્રીમકોવ નામના જહાજ દ્વારા આ દરીયામાં સંશોધન કરવામાં આવશે. જહાજની સાથે સાથે પાણીની સપાટીથી આઠ મીટર અંદર ૮ કિલોમીટર લાંબા કેબલ વાયર બિછાવવામાં આવશે અને આ જહાજ આ વિસ્તારના દરીયામાં ફરતું રહેશે અને તેલનું સંશોધન કરશે. પ્રથમ ર-ડી સંશોધન કરવામાં આવશે અને ત્યારબાદ ૩ડી પદ્ધતિથી સંશોધન કરવામાં આવશે અને તેનો અહેવાલ તૈયાર કરીને ભારત સરકારને સુપરત કરવામાં આવશે. આ વિસ્તારના દરીયાના પેટાળમાં તેલ અને ગેસનો મોટો જથ્થો હોવાની શક્યતા સેવવામાં આવી રહી છે. જો એ મળી આવે તો તેનાથી ભારત દેશ આર્થિક મહાસત્તા પણ બની શકે તેમ છે.

જાફરાબાદમાં માછીમારી હંગામી બંધ

માછીમારી માટે સમગ્ર એશિયામાં મહત્વનું સ્થાન ધરાવતા જાફરાબાદના બંદરમાં માત્ર ગુજરાત જ નહીં પણ અન્ય રાજ્યોમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં માછીમારો આવે છે અને માછીમારીની સિઝન પૂરબહારમાં ખીલે છે. આ દરીયામાં તેલ સંશોધનની કામગીરીના કારણે કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી માછીમારી પર પ્રતિબંધ લાગશે અને તા.ર૯મીથી માછીમારોએ દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી છે. જેની અસર દેશભરના માછીમારોને થશે.

ક્યાં ક્યાં થશે સંશોધન?

રશિયન જાહાજ મારફતે ર૯મીથી જે તેલ સંશોધનની કામગીરી શરુ થવાની છે તેને અલગ અલગ ત્રણ વર્ક એરીયામાં કરવામાં આવી છે. પ્રથમ વર્ક એરીયામાં થ્રીડી સર્વે જાફરાબાદથી ૧૩ કિમી, પીપાવાવથી ર૩ કિમી, નવા બંદરથી ૩૭ કિમી અને મહુવાથી ૩૬ કિમી દરિયામાં શરુ થશે. બીજા વર્ક એરીયામાં થ્રીડી સર્વે જાફરાબાદથી ૮ કિમી, પીપાવાવથી ૯ કિમી, મહુવાથી ૧૯ કિમી અને નવાબંદરથી ૩૭ કિમી દૂર દરીયામાં સંશોધન થશે અને ત્રીજા વર્ક એરીયામાં ર-ડી સંશોધન પીપાવાવથી ૭ કિમી દૂર અને ગોપનાથથી ર૪ કિમી દૂર મહુવાને જોડતી દરિયાઈપટ્ટીમાં થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો