આ માતૃભક્ત પટેલે શક્તિ મુજબ માંની ભક્તિ કરવા ખોડલધામને 11,11,11,111 ₹ નું દાન કર્યું હતું

ખોડલધામ ખાતે ખોડીયાર માતાના નવનર્મિત મંદિરનો ભવ્યાતિભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ચાલી ઉજવાયો હતો. મંદિરના નિર્માણ માટે એક 9 પાસ માતૃભક્ત પટેલે શક્તિ મુજબ માની ભક્તિ કરવા માટે 9 અંકની રકમ એવા રૂ. 11,11,11,111નું દાન કર્યું હતું. તેઓ ખોડલધામના મુખ્ય દાતા છે તેમજ ત્યાં થયેલા 1008 કુંડી યજ્ઞના મુખ્ય યજમાન પણ હતા.

કોણ છે માતૃભક્ત પટેલ

52 વર્ષીય ગોપાલભાઈ પ્રાગજીભાઈ વસ્તરપરા મુળ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામના છે. તેઓ માત્ર ધોરણ નવ પાસ છે. નવમાથી આગળ થોડું ભણીને ઉઠી ગયા હતા. હાલ તેઓ રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલા છે. તેઓ કહે છે હું સાડા નવ પાસ છું, પરંતુ મારી લાયકાત એમબીએ જેટલી છે.

કોણ છે પરિવાર 

ગોપાલભાઈ અને પત્ની મુક્તાબેનનો પરિવાર હર્યોભર્યો છે.  તેમને બે દીકરા અને એક દીકરી છે. બધાના લગ્ન થઈ ગયા છે. મોટા દીકરા પંકજની ઉંમર 30 વર્ષ છે અને તેના લગ્ન 30 વર્ષીય ક્ષમા સાથે થયા છે. તેમને બે બાળકો છે પુત્ર શિવાંશ એક વર્ષનો છે, જ્યારે પુત્રી નીર 4 વર્ષની છે. ગોપાલભાઈના નાના દીકરાનું નામ વૈભવ છે તે 26 વર્ષનો છે અને તેના લગ્ન મોનાલીસા સાથે થયા છે. જ્યારે ગોપાલભાઈના કાળજાનો કટકો છે સોનલ,  જેની ઉંમર 21 વર્ષ છે અને તેના લગ્ન સુરતની જાણીતી ડાયમંડ પેઢી શીતલ ડાયમંડ્સના માલિક અને મૂળ ભાવનગર જિલ્લાના વલ્લભીપુરના પાટણાના નિલેશ સાથે થયા છે.

કેવો કર્યો સંઘર્ષ, કેવી રીતે બન્યા રીયલ એસ્ટેટના કિંગ

ગોપાલભાઈ 1993માં પોતાનું ગામ મૂકી નોકરી કરવા માટે સુરત ગયા હતા. ત્યાં તેમના મામાના દીકરાની કંપનીમાં કામ કર્યું હતું. 3 વર્ષની નોકરી પછી તેમને તેમાં મજા ન આવી. બસ કંઈક કરી છુંટવું હતું. એટલે એમણે એવા કામમાં ઝંપલાવ્યું જે તેમને રોજ નવા લોકો મળતાં હોય. મિત્રો બનાવવાની તેમની ખેવના તેમને આજે કરોડોની સંપત્તિના માલિક બનાવી દીધા છે.

કંઈ છે તેમની કંપની

મૂળ તો ગોપાલભાઈ બ્રોકરેજનું કામ કરે છે પરંતુ તેમની નવા સંબંધો બનાવવાની ખેવનાએ તેમને આજે ઉદ્યોગપતિ બનાવી દીધા છે. તેઓ રીયલ એસ્ટેટમાં સુરતનું એક મોટું નામ બનીને ઉભર્યા છે. તેમની કંપની ક્રિષ્ણા કોર્પોરેશન અને જી. સી. ડેવલોપર્સ નામે કામ કરે છે. કંપનીની આવક કરોડોમાં છે.

ગોપાલભાઈના દીકરા વૈભવ અને પંકજ

હવે સમાજને આપવું છે

ગોપાલભાઈ જણાવે છે કે માતાજીની કૃપાથી મારો હર્યોભર્યો પરિવાર છે. બે દીકરા અને એક દીકરી છે. હવે બધા પોતાની જગ્યાએ સેટ થઈ ગયા છે. તેમના લગ્ન થઈ ગયા છે એટલે હવે તેઓ પણ પોતાની મેળે આગળ વધી રહ્યા છે. હવે મને સમાજે કંઈ આપ્યું છે તે મારે તેને આપવું છે. એટલે મારી ઈચ્છા એક હજાર દીકરીઓના લગ્ન કરવાની છે. હું અત્યાર સુધી સર્વધર્મની કહી શકાય એ રીતે હિન્દુ-મુસ્લિમની 201 દીકરીઓના લગ્ન કરાવી દીધા છે.

પંકજ દીકરી નીર અને પત્ની ક્ષમા સાથે
પરિવાર સાથે ગોપાલભાઈ
દીકરી સાથે ગોપાલભાઈ


ગોપાલભાઈ તેમની પત્ની મુક્તાબેન, પુત્ર વૈભવ, પંકજની પત્ની ક્ષમા, પંકજ દીકરી નીરને તેડીને, સોનલ અને છેલ્લે સોનલનો પતિ નિલેશ


વૈભવ, ક્ષમા અને પંકજ જ્યારે મસ્તીના મૂડમાં સોનલ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો