ગોંડલમાં નશાની લતે ચઢેલા જુવાનજોધ પુત્રનું પિતાએ કોંસનો ઘા મારીને ઢીમ ઢાળી દીધું, અવારનવાર પૈસાની માંગ કરતો હોવાથી પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો
ઘોર કળિયુગમાં બધુ જ શક્ય છે! ગોંડલ તાલુકાના મોવિયા ગામમાં નશાની લતે ચઢેલો પુત્ર અવારનવાર પૈસાની માંગ કરતો હોવાથી પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો. જોતજોતામાં પિતાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને ક્રોધમાં આવેલા પિતાએ લોખંડના કોંસ-સળીયા જેવા હથિયારનો ઘા મારતા પુત્રનું મોત નિપજયું હતું. આ ઘટમનાને પગલે ગોંડલ તાલુકાના મોવિયા ગોવિંદનગરમાં ગતરાત્રીના પિતા-પુત્ર વચ્ચે ઝગડામાં પિતાના હાથે પુત્રની હત્યા થતાં તાલુકા પોલીસે દોડી જઇ તપાસ હાથ ધરી હતી.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, મોવિયા ગોવિંદનગરમાં રહેતા અને ખેત મજૂરી સાથે ગોંડલ એટલાસ ઓઇલ મિલમાં વોચમેન તરીકે કામ કરતા કેશુભાઈ ચાંગેલા અને તેમના યુવાન પુત્ર નિતેશ (ઉંમર વર્ષ 40) વચ્ચે શનિવારની રાત્રે પૈસા બાબતે ઝઘડો થતા ક્રોધે ભરાયેલ કેશુભાઇએ લોખંડના પાઇપ જેવા હથિયારનો ઘા નિતેશને માથા પર મારી દેતા તેનું ઘટના સ્થળે જ ઢીમ ઢાળી દીધી હતું.
પુત્રની હત્યા કર્યા બાદ કેશુભાઈ દ્વારા જ તાલુકા પોલીસને જાણ કરાતા પીએસઆઇ અજયસિંહ જાડેજા પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ઘટના અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કેશુભાઈ માત્ર રૂપિયા 6 હજારના પગારમાં વોચમેનની નોકરી કરવાની સાથે વાર્ષિક ખેતીની દોઢ લાખની આવકમાં પોતાનું અને પોતાના પુત્રનું ઘર ચલાવતા હતા. છેલ્લા કેટલાક સમયથી નિતેશ કોઈ નશાના રવાડે ચડ્યો હોવાથી અવાર નવાર પૈસા બાબતે પિતા સાથે ઝઘડો કરતો હતો અને ગતરાત્રીના આ ઝઘડામાં પિતાના હાથે પુત્રની હત્યા થવા પામી હતી.
આ ઘટનામાં ભોગ બનનાર નિતેશને સંતાનમાં બે પુત્રો છે. ઘટના સમયે તેના પત્ની અને બંને પુત્રો ઉપરના રૂમમાં હતા, જ્યારે પિતા પુત્ર વચ્ચે નીચેના રૂમમાં ઝઘડો થયો હતો અને ત્યાં જ હત્યા નીપજી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

