તમિલનાડુના મંદિરમાં ખોદકામ દરમિયાન અરબી ભાષા લખેલા પોણા બે કિલો વજનના 505 સોનાના સિક્કા મળી આવ્યા

તમિલનાડુના તિરૂચિરાપલ્લી જિલ્લામાં આવેલા થિરુવનાઈકવલ સ્થિત જમ્બુકેશ્વરર મંદિરમાં બુધવારે ખોદકામ ચાલુ રહ્યું હતું. આ દરમિયાન શ્રમિકોને 7 ફુટની ઊંડાઈએ એક તાંબાના વાસણમાં સોનના સિક્કા મળ્યા. આ પાત્રમાં 1.716 કિલો વજનના કુલ 505 સિક્કા છે. હાલ આ સિક્કાઓને મંદિર પ્રસાશને પોલીસને સોંપી દીધા છે.

મંદિરે આ ખજાના વિશે જણાવ્યું કે, જમ્બુકેશ્વરર મંદિરમાં ખોદકામનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન ખોદકામ કરતા શ્રમિકોને એક કળશ દેખાયો. સોનાથી છલોછલ કળશ તેમણે મંદિરના અધિકારીઓને સોંપી દીધો જે હાલ પોલીસ પાસે છે. આ સિક્કા પર અરબી ભાષા લખેલી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો