ગોધરામાં ધર્માંતરણ થતું હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોનો હોબાળો: રાત્રિના સમયે શિવશક્તિ સોસાયટીના મકાનમાં ધર્માંતરણ કરાવવામાં આવતુ હોવાના વિહિપના આક્ષેપ

ગોધરાના ભૂરાવાવ વિસ્તારમાં આવેલી શિવશક્તિ સોસાયટીના એક મકાનમાં ધર્મપરિવર્તન કરાવવામાં આવતુ હોવાના આક્ષેપ સાથે લોકોએ હોબાળો મચાવ્યો હતો. સિંધી પરિવારના મકાનમાં રાત્રિના સમયે ખ્રિસ્તી ધર્મના લોકો દ્વારા ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોવાના આક્ષેપ સાથે લોક ટોળાએ હોબાળો કરતા ગોધરા એ-ડિવીઝન પોલીસ દોડી ગઇ હતી અને મકાનમાં તપાસ કરતા નડિયાદથી આવેલા 12 જેટલા ખ્રિસ્તી ધર્મના લોકો મળી આવ્યા હતા. તમામ લોકોને પોલીસ સ્ટેશન લઇ જઇને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મકાન માલિકની પૂછપરછ દરમિયાન બર્થ ડે પાર્ટી હોવાથી મિત્રોને બોલાવ્યા હોવાનું જણાવ્યું હતું. જોકે ધર્મ પરિવર્તનની કામગીરી થતી હોવાની સ્થાનિકોની ઉગ્ર રજુઆત કરી હતી. પોલીસે અરજીને આધારે આ મામલે તપાસ શરૂ કરી છે. નડિયાદ, આણંદ અને પેટલાદથી ખ્રિસ્તી ધર્મના 12 લોકો આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

પંચમહાલ ડીવાયએસપી હિમાલા જોષીએ જણાવ્યું હતું કે, પોલીસને વર્ધી મળી હતી કે, પ્રતિકભાઇ ખીમાણીના ઘરે બર્થ ડે પાર્ટીની ઉજવણી થતી હતી અને તેમાં બહારના લોકો આવ્યા હતા. જેમાં ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હોવાના આક્ષેપ થયા હતા. જેથી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જેથી તમામ લોકોને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા અને અરજીને આધારે નિવેદનો લઇને ગોધરા એ ડિવીઝન પોલીસે તપાસ શરૂ કરવામાં આવી છે. આ મામલે 12 લોકોના નામ આપવામાં આવ્યા છે. તે તમામ ખ્રિસ્તી સમુદાય છે. તપાસની માહિતીને આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

વિશ્વ હિન્દુ પરિષદના પંચમહાલ વિભાગના મંત્રી ઇમેશ પરીખે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી ગોધરાની આસપાસના વિસ્તારમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે. અમને એવી માહિતી મળી હતી કે, નડિયાદ, ખેડા અને આણંદના વિસ્તારોમાંથી મિશનરીઓ દ્વારા ગોધરામાં હિન્દુ પરિવારોનું ધર્માંતરણની પ્રવૃત્તિઓ થઇ રહી છે. ગઇકાલે અમને માહિતી મળી હતી કે, ગોધરામાં હિન્દુ પરિવારને ત્યાં નડિયાદથી 3 વાહનો લઇને 16થી 17 ઇસમો આવ્યા છે અને ધર્મ પરિવર્તન માટે એકત્રિત થયા છે. જેથી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા અને હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા હતા અને પોલીસને બોલાવીને ઘટનાની જાણ કરી હતી. પોલીસ બધા જ આરોપીઓને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા અને તેમની સામે કાર્યવાહી શરૂ કરી છે.

કડક કાર્યવાહી થાય તેવી અમારી માગણી
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી મિશનરીઓ દ્વારા હિન્દુઓનું ઘર્મ પરિવર્તન કરાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. આ પહેલા પણ ગોધરામાં પણ આવી ઘટનાઓ બનેલી છે. આવી ઘટનાઓ ન થાય તે માટે કડક કાર્યવાહી થાય તેવી અમારી માગણી છે. સ્ટીફન મેકવાન નામનો વ્યક્તિ સોશિયલ મીડિયા માધ્યમથી ધર્મ પરિવર્તન માટેના પ્રયત્નો કરે છે. આમાં ગાંધીનગરના સરકારી અધિકારી પણ તેમની સાથે કાર્યક્રમોમાં ભાગ લઇ રહ્યા છે. તેમની સામે પણ ફરિયાદ થાય અને તપાસ થાય તેવી અમારી માગણી છે.

ધર્મ પરિવર્તન ન થાય તેની માગ કરીએ છીએ
છેલ્લા ધણા સમયથી ગોધરા સહિત પંચમહાલના આજુબાજુના વિસ્તારોમાં ધર્મ પરિવર્તનના કાર્ય થઇ રહ્યા છે. અમને માહિતી મળી કે નડિયાદ, આણંદના મિશનરીઓ 16થી 17 ઇસમો 3 વાહનો દ્વારા ભુરાવાવ વિસ્તારમાં એક સોસયટીના મકાનમાં હિન્દુ પરિવારના ધર્મ પરિવર્તન માટે એકત્રિત થયા છે. જેને લઇને હિન્દુ સંગઠનો, વીએચપી અને સિંધી સમાજના આગેવાનો એકઠા થયા હતા. > ઇમેશ પરીખ, વીએચપી, પંચમહાલ વિભાગ મંત્રી

પોલીસ મથકે આપેલી કરેલી અરજીમાં 11 સામે આક્ષેપ કરાયો

સ્ટીવન ભાનુભાઇ મેકવાન- નડિયાદ
શૈલેષભાઇ પશાભાઇ વણકર- નડિયાદ
રવિન્દ્ર કુમાર શશીકાંત પરમાર- આણંદ
સ્મીતુલ ફીલીપભાઇ મહિડા- નડિયાદ
હીતેશભાઇ કનુભાઇ પટેલીયા- પેટલાદ
કલ્પેશભાઇ હેશ્માનભાઇ મેકવાન- નડિયાદ
ધર્મેશભાઇ તળશીભાઇ વણકર- ગોધરા
મેહુલભાઇ નવીનભાઇ પટેલીયા- આણંદ
દીપભાઇ કમલેશભાઇ વૈષ્ણવ- નડિયાદ
લાર્સન નવીનચંદ્ર પરમાર- નડિયાદ
પ્રફુલભાઇ મગનભાઇ દાસ- નડિયાદ

તેઓ કયા હેતુથી આવ્યા તેની તપાસ બાદ જ કાર્યવાહી કરવામાં આવશે
મંગળવારની રાતે પ્રતિક ખિમાણીના ઘરે જન્મ દિવસ ઉજવવા બહારથી ખ્રિસ્તી સમુદાયના 12 જેટલા લોકો આવ્યા હતા ત્યારે મકાન બહાર સમાજના લોકો અને બીજા સંગઠનોએ આક્ષેપ કર્યો કે અહી ધર્મપરિવર્તન ચાલી રહ્યુ છે. તે બાબતે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વિરોધ કરવા વાળા અને મકાનમાં બહારથી આવેલાઓને પોલીસ મથકે લઇને આવ્યા હતા.

સમાજના લોકો અને ધર્મ સંગઠનોએ જે આક્ષેપ કરેલા તે બાબતની અરજી લઇને તપાસ ચાલુ કરી છે. બહારથી ખ્રિસ્તી સમુદાયના લોકો સહિત તમામના નિવેદન લેવાઇ રહ્યા છે. તેઓ કયા હેતુથી આવ્યા તેની તપાસ ચાલુ છે. તેના આધારે આગળની કાર્યવાહી કરીશું.- હીમાલા જોષી, નાયબ પોલીસ અધિક્ષક, ગોધરા મગનભાઇ દાસ- નડિયાદ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો