પાકિસ્તાન અને બાંગ્લાદેશ કરતાં પણ ભારતમાં ભૂખમરો અને કુપોષણની સ્થિતિ ‘ભયજનક’ સ્તરે, 116 દેશોની યાદીમાં ભારત 101મા ક્રમે

ભારતમાં ભૂખમરા અથવા કુપોષણની સ્થિતિ ‘ભયજનક’ સ્તરે પહોંચી ગઈ છે. ભારત ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2021માં સતત બીજા વર્ષે પાછળ રહ્યું છે અને તે 116 દેશોની યાદીમાં 94મા ક્રમેથી પાછળ ધકેલાઈને 101મા ક્રમે પહોંચી ગયું છે. આમ, ભારતમાં ભૂખમરાની સ્થિતિ ખૂબ જ ગંભીર મનાય રહી છે. ભારતની સરખામણીમાં તેના પડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળની સ્થિતિ સારી કહી શકાય. 2020માં GHI ઈન્ડેક્સમાં ભારતની સ્થિતિ 102મા ક્રમેથી સુધરીને 94મા ક્રમે આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આખી દુનિયામાં ભૂખમરા અને કુપોષણની સ્થિતિ પર નજર રાખતી વેબસાઈટ ગ્લોબલ હંગર ઈન્ડેક્સે ગુરુવારે 116 દેશોની યાદી જાહેર કરી હતી, જેમાં ચીન, બ્રાઝિલ અને કુવૈત સહિત 18 દેશોનો પાંચથી ઓછા સ્કોર સાથે ટોચની રેન્કમાં સમાવેશ કરાયો હતો. આઈરિશ સંસ્થા કન્સર્ન વર્લ્ડવાઈડ અને જર્મન સંસ્થા વેલ્ટ હંગર હિલ્ફ દ્વારા તૈયાર કરાયેલા અહેવાલમાં ભારતમાં ભૂખમરાની સ્થિતિને ‘ભયજનક’ ગણાવવામાં આવી છે.

આ વખતે માત્ર 15 જ દેશો એવા છે જે આ યાદીમાં ભારત કરતાં પાછળ છે. પાપુઆ ન્યુ ગિનિયા (102), અફઘાનિસ્તાન, નાઇજીરિયા, કોંગો, મોઝામ્બિક, સિએરા લિયોન, હૈતી, લાઇબેરિયા, મેડાગાસ્કર, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, ચૈડ, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, યમન, અને સોમાલિયા જેવા દેશ જ ભારતથી આ યાદીમાં પાછળ છે. ભારત તેના પાડોશી દેશો કરતાં પણ પાછળ છે, આ યાદીમાં પાકિસ્તાન 92મા, નેપાળ 76મા અને બાંગ્લાદેશ 76મા નંબર પર છે.

જીએચઆઈના સ્કોરની ગણતરી ચાર પરિબળોના આધારે કરવામાં આવે છે. જેમાં કુપોષણ, પાંચ વર્ષથી નાના બાળકોમાં તેમની ઊંચાઈના પ્રમાણમાં ઓછું વજન, જે તીવ્ર કુપોષણ દર્શાવે છે, પાંચ વર્ષથી નાના બાળકોમાં તેમની વયના પ્રમાણમાં ઓછી ઉંચાઈ, જે ગંભીર કુપોષણ દર્શાવે છે અને બાળ મૃત્યુદર (પાંચ વર્ષથી ઓછા બાળકોનો મૃત્યુદર)નો સમાવેશ થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો