ખુશખબર: ભારતીય કંપની ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સે બનાવી Coronaની દવા, 103 રૂપિયા પ્રતિ ટેબલેટ છે કિંમત, DGCIએ આપી મંજૂરી

ફાર્મા કંપની ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સે શનિવારે જણાવ્યું હતું કે, તેણે એન્ટીવાયરલ ડ્રગ Favipiravir લોન્ચ કરી દીધી છે. કંપનીએ આ દવાનું નામ FabiFlu રાખ્યું છે, જેનો ઉપયોગ કોવિડ-19થી સામાન્ય સંક્રમિત લોકો પર કરવામાં આવી શકે છે, કંપનીએ આ દવાની કિંમત 103 રૂપિયા પ્રતિ ટેબલેટ રાખી છે. ગ્લેનમાર્કે જણાવ્યું કે, 200 mg ટેબલેટવાળા એક સ્ટ્રીપની કિંમત 3500 રૂપિયા હશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

FabiFlu કોવિડ-19ની સારવાર માટે મંજૂરી પ્રાપ્ત કરનારી પ્રથમ Favipiravir દવા છે. આ દવાનો ઉપયોગ પહેલા દિવસે ડોક્ટર્સની સલાહ પર 1,800 mg બે વખત કરવામાં આવી શકે છે. ત્યારબાદ આગામી 14 દિવસ સુધી 800 mgનો ડોઝ દિવસમાં બે વખત આપવામાં આવી શકે છે.

શુક્રવારે મળી હતી મંજૂરી

ગ્લેનમાર્ક આ દવા હિમાચલ પ્રદેશના બડ્ડી ફેસેલિટીમાં બનાવી રહી છે. કંપનીએ જણાવ્યું કે, આ દવા હોસ્પિટલ્સ અને રિટેલ ચેનલ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. મુંબઈની આ દવા કંપનીએ શુક્રવારે કહ્યું હતું કે, તેને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડીયા તરફથી મેન્યુફેક્ચરિંગ અને ઉત્પાદનની મંજૂરી મળી ગઈ છે.

વધતા સંક્રમણ પર રોક લગાવવામાં મળશે મદદ

ગ્લેનમાર્કના ચેરમેન ગ્લેન સાલદાન્હાએ કહ્યું કે, આ દવાની મંજૂરી એક એવા સમય પર મળી છે, જ્યારે દેશમાં કોરોના વાયરસ સંક્રમણના મામલા ઝડપથી વધી રહ્યા છે. તેનાથી હેલ્થકેર સિસ્ટમ પર જબરદસ્ત દબાણ વધી ગયું છે. કંપનીએ આશા વ્યક્ત કરી છે કે, આ દબાણને ઓછુ કરવામાં FabiFlu મદદ કરશે, અને દેશમાં કોવિડ-19થી સંક્રમિત થતા લોકોને રાહત મળી શકશે. તેમણે કહ્યું કે, ગ્લેનમાર્ક સરકાર અને મેડિકલ કમ્યુનિટી સાથે સળંગ કામ કરશે, જેથી FabiFluને દેશભરના દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવી શકાય.

ગ્લેનમાર્કે કહ્યું કે, તેણે FabiFlu દવા માટે એક્ટિવ ફાર્માસ્યૂટિકલલ્વ ઈનગ્રેડિએન્ટ્સને સફળતાપૂર્વક તૈયાર કરી લેવામાં આવી છે. કંપનીએ આ કામ પોતાની રિસર્ચ અને ડેવલપમેન્ટ ટીમના દમ પર કર્યું છે.

કેમ કંપનીએ આ દવા પર કામ શરૂ કર્યું?

કંપનીએ કહ્યું કે, તેણે સૌથી પહેલા Favipiravir પર કામ એટલા માટે શરૂ કર્યું કેમ કે, તેમાં કુત્રિમ-પરિવેશ (In-Vitro) માં SARS CoV2 સામે લડવાની ક્ષમતા જોવામાં આવી. તેનું બીજુ કારણ એ પણ છે કે, જો આ દવા સારી રીતે સાચી માત્રાના ડોઝમાં આપવામાં આવે તો, આ કોવિડ-19 વિરુદ્ધ ચિકિત્સકિય રૂપથી સુરક્ષિત પણ છે. આ દવાની એક ખાસ બાબત એ પણ છે કે, આ ટેબલેટના રૂપમાં છે અને હોસ્પિટલ ઈન્ફાસ્ટ્રક્ચર પર દબાણ દરમિયાન તે કારગર સાબિત થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો