‘એક ઈન્જેક્શન આપો મારી મા મરી જશે’, અડધી રાત્રે ઈન્જેક્શન માટે લાઈનમાં ઉભેલા શખ્સની કરૂણતા
અમદાવાદના ઝાયડ્સ હોસ્પિટલ ખાતે ઈન્જેક્શન લેવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ઝાયડ્સ ખાતે આ ઈન્જેકશન બહાર કરતા સસ્તા ભાવે વેચવામાં આવતો હોવાથી લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ત્યારે રાજકોટ, અમદાવાદ અને સુરત શહેરમાં રેમડિસિવરના ઈન્ડેક્શન એક જ દિવસમાં ખુટી પડતા લોકોમાં ભારે કકળાટ જોવા મળ્યો હતો.
રેમડીસીવર ઈન્જેક્શન માટે લોકો રીતસરની લાઈન લગાવી રહ્યા છે. હાલ રાજ્યમાં રાત્રી કર્ફ્યૂ હોવા છતાં ઈન્જેક્શન માટે લાંબી લાઈનો લગાવી છે. પરિવાજનો ભૂખ્યા તરસ્યા લાઈનમાં ઉભા રહીને રેમડીસીવર ઈન્જેક્શન માટે વલોખા મારી રહ્યા છે. લોકો ધંધા રોજગાર છોડી લોકો લાઈનમાં ઉભા રહ્યા છે.
આ વિશે જાણવા મળી રહ્યું છે કે, રેમડેસીવર ઇંજેક્શનને લઈને લોકોની રાત્રે પણ લાઈનો લાગી છે. રાજ્યમાં સ્ટોક ખાલી હોવાનું રટણ કરવામાં આવે છે. તેમ છતાં પોતાના પરિવારજનો ભૂખ્યા તરસ્યા લોકો લાઈનોમાં ઉભા છે. આ લાઈનમાં એક હૃદયને હચમચાવી નાંખે તેવું એક દ્રશ્ય સામે આવ્યું છે. જેમાં એક વ્યક્તિ રીતસર કગરી રહ્યો છે કે, પ્લીઝ…એક ઇંજેક્શન આપો મારી મા મરી જશે” મેં સવારથી કશું ખાધું નથી. હું લાઈનમાં જ ઉભો છું. આ દ્રશ્યો જોઈ લોકોના મનમાં એક જ સવાલ ઉભો થઈ રહ્યો છે કે ખોબલે ધોબલે લોકોએ સરકારને મતો આપ્યા છે, તો સરકાર સુવિધાઓ કેમ નથી આપતા. લોકો પોતાના ધંધા રોજગાર છોડીને લાઈનોમાં ઉભા રહી છે.
અન્ય એક કેસમાં ઝાયડસના ફાર્મસી સ્ટોરે તો ગઈકાલે રાત્રે એક વ્યક્તિને એમ કહી દીધું હતું કે તમે લાઈનમાં ઊભા ના રહો, હવે અમારી પાસે સ્ટોક નથી, પરંતુ બહારથી આવેલા લોકોએ કરગરીને કહ્યું કે ભલે ઈન્જેક્શન ન આવે, પણ લાઈનમાં તો ઊભા રહેવા દો.આ ઈન્જેક્શન લેવા માટે જે દર્દી માટે ઈન્જેક્શન લેવાના હોય તેનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ, ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન અને આધારકાર્ડ આ ત્રણેય મેચ થાય તો જ ઈન્જેક્શન આપવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેર વધુ ખતરનાક અને જોખમી સાબિત થઈ રહી છે. દેશમાં દરરોજ 1 લાખ કેસો સામે આવવા લાગ્યા છે. જ્યારે ગુજરાતમાં દૈનિક કેસોનો આંક ત્રણ હજારની નજીક છે. ગત વર્ષ કરતાં આ વર્ષે દાખલ દર્દીઓની હાલત પણ વધુ ગંભીર છે. હાલ 75 ટકા જેટલા દર્દીઓ ઓક્સિજન પર છે, જેથી હોસ્પિટલાઈઝેશનનો 5 દિવસ જેટલો સમય ઘટાડતા રેમડેસિવીર ઈન્જેક્શનની ખૂબ માગ છે. તેમાં પણ ઝાયડસ દ્વારા 5400ના આ ઈન્જેક્શનું 899માં વેચાણ કરવામાં આવતા લોકો અમદાવાદના થલતેજ સ્થિત ઝાયડસ હોસ્પિટલના ફાર્મસી સ્ટોર પર લાઈનો લગાવી રહ્યા છે.
ઝાયડસ હોસ્પિટલ દ્વારા પણ જાણકારી આપવામાં આવી છે કે તેઓ હવે 5 એપ્રિલથી 12 એપ્રિલ દરમિયાન સવારે 8 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી આ ઈન્જેક્શનનું વેચાણ કરશે. તે માટે દર્દીનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ, આધાર કાર્ડ અને ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન જરૂરી રહેશે. તેવો એક પરિપત્ર બહાર પાડીને જણાવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

