પ્રેમીને અંગત ફોટા મોકલતી યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, રાજકોટની છોકરીની આપવીતિ જાણીને રહી જશો દંગ

રાજકોટમાં ક્રાઈમ રેટમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. અવાર નવાર દુષ્કર્મના બનાવો પોલીસ ચોપેડ નોંધાઈ રહ્યાં છે. ત્યારે આજે તેમાં વધુ એક બનાવનો ઉમેરો થયો છે. જેમાં છ વર્ષ પહેલા લગ્ન પ્રસંગમાં યુવાન સાથે ઓળખાણ થયા બાદ યુવાને યુવતીને લગ્ન કરી લેવાનું જણાવીને તેની સાથે દુષ્કર્મ ગુજારી તેના ફોટા અને વિડિયો યુવતીના ભાઈના ફોનમાં વ્હોટ્સમાં મોકલી દેતા ચકચાર મચી ગઈ છે. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

રાજકોટમાં રહેતી યુવતી આજથી છથી સાત વર્ષ પહેલા ઠક્કરબાપા હરિજનવાસમાં લગ્નપ્રસંગે ગઈ હતી. જ્યાં લગ્નપ્રસંગમાં મયુર ગોરધનભાઈ ઘાવરી નામના યુવાન સાથે આંખ મળી હતી. આંખ મળ્યા બાદ બંને વચ્ચે ફોન નંબરની આપ-લે થઈ હતી. ફોનમાં વાતચીત કરતા હતા. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. બાદમાં બંને તેના માતા-પિતાને ખબર ના પડે તેવી રીતે મળવા પણ લાગ્યા હતાં.

દોઢ વર્ષ પહેલા સાતમ આઠમના તહેવાર ઉપર ઘરે કોઈ ના હોય આરોપી યુવાન મયુરે યુવતીને ફોન કરીને ઘરે બોલાવી હતી. જ્યાં તેણે આપણે પ્રેમસંબંધ વીશે માતા-પિતાને જણાવી તેમજ લગ્ન અંગેની વાત કરી હતી. બાદમાં તેના ઘરે લગ્નની વાત કરીને યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. જેનુ રેકોર્ડીંગ અને ફોટા પાડીને યુવાને તેના મોબાઈલમાં રાખ્યા હતાં. તેમજ ત્યારબાદ થોડા મહીના પછી આરોપી યુવાને યુવતીને ફોન કરીને શેરીમાં આવવાનું અને બહાર ફરવા જવાનું કહીને બોલાવી હતી.

યુવતીને સ્કુટર પર બેસાડીને જૂના બસ સ્ટેશન પાછળ આવેલા એક ગેસ્ટહાઉસમાં રૂમ બુક કરાવ્યો હતો ત્યાં લઈ ગયો હતો. ગેસ્ટહાઉસના રૂમમાં યુવતીએ લગ્ન અને પ્રેમસંબંધ વિશેની વાત માતા-પિતાને જણાવવા માટે કહ્યું હતું ત્યારે યુવાને લગ્ન કરવાની ના પાડી હતી અને શરીર સંબંધ બાંધ્યો હતો. તેમજ જ્યારે તે ફોન કરે ત્યારે તેણીને શરીર સંબંધ બાંધવા માટે આવવુ પડશે નહી તો તેના મોબાઈલમાં રહેલા વિડિયો અને ફોટોગ્રાફ સોશ્યલ મિડિયામાં વાઈરલ કરી દેવાની ધમકી પણ આપી હતી.

આ ઘટના બાદ યુવતીએ આરોપીના ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધુ હતુ. એક દિવસ યુવતીએ જાતે જ ફોન કરીને તેનાથી છેડો ફાડવાનો નિર્ણય લીધો હતો અને યુવાન સાથે કોઈ સંબંધ નહી રાખવા માટે ફોનમાં જણાવી દીધું હતું. જેમાં ઉશ્કેરાયેલા યુવાને યુવતીના અંગત પળોના ફોટા અને વિડિયો યુવતીના ભાઈને વ્હોટ્સ અપ નંબર પર મોકલી દીધા હતા. આ સમગ્ર ઘટના બનતા યુવતીએ તેના પરિવારજનોને સમગ્ર હકીકત જણાવી હતી. આ અંગે આરોપી સામે પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પીએસઆઈ આર.એ. કપાસીએ આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો