ચોપડાની અંદર દીકરી લખતી હતી સુસાઈડ નોટ, માતા જોઈ જતાં થયો આ હચમચાવી દેનારો ખુલાસો, સુસાઈડ નોટમાં જે વસ્તુ લખી તે વાંચીને તમારા પણ હોશ ઉડી જશે

અમરેલીમાં એક દીકરી લેશન કરવાની આડમાં સુસાઈડ નોટ લખી રહી હતી. માતાને કાંઈક અજુગતું લાગતાં તેણે દીકરીનો ચોપડો ચેક કર્યો હતો. અને બાદમાં માતાએ જે જોયું તે જોઈને તેનાં હોશ ઉડી ગયા હતા. કેમ કે, દીકરી ચોપડામાં સુસાઈડ નોટ લખી રહી હતી. સગીરાએ સુસાઈડ નોટમાં 6 જેટલાં શખ્સોનાં નામ લખી તેઓએ ગેંગરેપ કર્યો હોવાની વાત લખી હતી.

અમરેલીમાં બનેલ આ કિસ્સાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી હતી. ઘટનાની વિગતમાં વાત કરીએ તો, બે દિવસ પહેલાં સગીરા ઘરે લેશન કરવાને બહાને સુસાઈડ નોટ લખી રહી હતી. આ સુસાઈડ નોટ માતાએ વાંચી લીધી હતી. તેમાં સગીરાએ 6 શખ્સોનાં નામ લખ્યા હતા. અને તેઓએ ગેંગ રેપ કર્યો હોવાનું સગીરાએ લખ્યું હતું. સગીરા સાથે જ્યાં સુધી સહન થયું ત્યાં સુધી તેણે સહન કર્યું. પણ અંતે સગીરાએ આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હતું.

સુસાઈડ નોટ વાંચતાં જ માતાએ આ મામલે પોલીસમાં જાણ કરી હતી. જો કે પોલીસ તપાસમાં સગીરાએ ગોળ ગોળ જવાબો આપતાં પોલીસ પણ વિમાસણમાં મૂકી હતી. જે બાદ સગીરાએ કરેલાં આરોપો સાચા છે કે ખોટા તે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. જો કે હજુ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો:-
close