સુરતની યુવતીને પરિવારની જાણ બહાર મુંબઈનાં યુવક સાથે પ્રેમ લગ્ન કરવા ભારે પડ્યાં, 15 દિવસમાં જ આંખ ઊઘડી ગઈ!

સુરત શહેરની એક યુવતીને મુંબઈના યુવક સાથે પરિવારની જાણ બહાર લગ્ન કરવા ભારે પડ્યા છે. લગ્નના 15 દિવસમાં જ યુવક આ યુવતીને દહેજ માટે ત્રાસ આપતો હતો. એટલું જ નહીં પતિ તેની પત્ની સાથે બળજબરીથી શારીરિક સંબંધ પણ બાંધતો હતો. જ્યારે યુવતીની સાસુ તેણીને એવી ધમકી આપતી હતી કે, ‘મારો હાથ જાતે કાપીને, માથું ફોડીને તારૂ નામ પોલીસમાં આપીને તને જેલ ભેગી કરી દઇશ. તારા બાપના ઘરે ગુંડા મોકલાવીને તેના હાથપગ તોડાવી નાખશ.’ જે બાદમાં યુવતી માતાપિતાના ઘરે પરત આવી ગઈ હતી અને પતિ તેમજ સાસરિયા વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે.

સુરતના સૈયદપુરાની વાવશેરીમાં રહેતી શ્રધ્ધા અતુલ શાહે પરિવારની જાણ બહાર મે 2019માં મુંબઈ ખાતે રહેતા વરૂણ સંદીપ જૂનજૂનવાલા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ શ્રધ્ધા માતાપિતા સાથે અને વરૂણ પોતાના ઘરે રહેતો હતો. જોકે, શ્રધ્ધાનું મેરેજ સર્ટિફિકેટ જોઇ જતા તેના પરિવારે શરૂઆતમાં લગ્નનો વિરોધ કર્યા હતો. પુત્રી પરિવારની વાત માનવા માટે તૈયાર ન હોવાથી આખરે પરિવારે પુત્રીની ખુશી માટે લગ્નનો સ્વીકાર કર્યો હતો.

પરિવારની વિરુદ્ધ યુવતીએ લગ્ન તો કરી લીધા પરંતુ તેના તમામ સપના માત્ર 15 દિવસમાં તૂટી ગયા હતા. સંસાર શરૂ કર્યાંના 15 જ દિવસમાં તેણીને ભાન થઈ ગયું હતું કે તેણીથી મોટી ભૂલ થઈ ગઈ છે. શ્રદ્ધાનો પતિ દારૂનો નશા કરીને ઘરે આવતો હતો અને તેણીને માર મારતો હતો. એટલું જ નહીં, શ્રધ્ધાને વર્જિન ઇન્ફેક્શનની સમસ્યા હોવા છતાં તે તેની સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધતો હતો. કરિયાવરમાં દાગીના સહિતની વસ્તુઓ આપી હોવા છતાં સાસુ હેમાબેન અને નણંદ જુલી ધીરલ સંઘવી તારા બાપે ખાલી હાથે જૂના કપડે મોકલી આપી છે એમ કહીને મ્હેંણા ટોંણા મારતા હતા.

જે બાદમાં યુવતી થોડા જ દિવસોમાં પોતાના માતાપિતાના ઘરે પરત ફરી હતી. જેના થોડા દિવસ બાદ યુવતીનો પતિ અને સાસુ સુરત ખાતે આવીને યુવતીની માફી માંગતા તે પરત મુંબઈ આવી ગઈ હતી. જોકે, થોડા જ દિવસમાં સાસરિયાઓ તરફથી ફરીથી યુવીને હેરાન કરવાનું શરૂ કરાયું હતું. યુવતીના સાસુ તેની પુત્રવધૂને એવું કહેતા હતા કે, તારે આ ઘરમાં રહેવું હોય તો ભાડું ચૂકવવું પડશે. એટલું જ નહીં, સાસુ એવી ધમકી આપાત હતા કે, ‘હું મારો હાથ જાતે કટ કરી અને માથું ફોડીને તારૂં નામ પોલીસમાં આપીને તને જેલ ભેગી કરી દઇશ. તારા બાપના ઘરે ગુંડા મોકલાવીને બધાના હાથપગ તોડાવી નાખીશ.’

બીજી તરફ પતિના અત્યાચાર પણ ચાલુ જ રહ્યા હતા. પતિએ શ્રદ્ધાનો મોબાઇલ ફોન તોડી નાખ્યો હતો. એટલું જ નહીં, બાઇક પર બેસાડીને શ્રદ્ધાને ફૂટપાથ પર ધક્કો મારીને ફેંકી દીધી હતી. આ દરમિયાન શ્રદ્ધાને મળવા આવેલા તેના માતાપિતા સમક્ષ પતિએ 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જે બાદમાં શ્રદ્ધા તેના પિયરમાં આવી ગઈ હતી. આ મામલે યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો