ઓનર કિલિંગનો મામલો આવ્યો સામે: પ્રેમ વિવાહથી નારાજ પરિવારે દીકરીની કરી નાખી હત્યા, ‘દગો કરી ઘરે બોલાવીને મારી નાખી’
ઉત્તર પ્રદેશના ચાંદૌલી (Chandauli) જિલ્લામાં ઓનર કિલિંગ (Honor Killing)નો મામલો સામે આવ્યો છે. મેડિકલની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીનીએ પરિવારની ઇચ્છા વગર લગ્ન કર્યા બાદ તેને પરિવારે મૃત્યુદંડની સજા આપી દીધી. સમાજવાદી પાર્ટીના નેતા અંકિત યાદવે અલીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં યુવતીના પરિવારજનોએ તેની પત્નીની હત્યા કરી હોવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે ગુનો નોંધીને આ મામલે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અંકિત યાદવ અને પ્રીતિ યાદવનો ઘણાં વર્ષોથી પ્રેમ સંબંધ હતો. સમય જતા બંનેનો પ્રેમ વધ્યો, પછી તેની ભનક બંનેના પરિવારજનોને મળી ગઈ. યુવતીના પરિવારને પ્રીતિનો પ્રેમ મંજૂર ન હતો, તેઓએ તેના લગ્ન બળજબરીથી વારાણસી (Varanasi) નક્કી કરી દીધા.
પરિવારના આ પગલાથી નારાજ પ્રીતિએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. પ્રીતિના પતિ અંકિતનો આરોપ છે કે, લગ્ન તૂટી ગયા પછી પરિવારે પ્રીતિને માર માર્યો હતો. જે બાદ બંને પરિવારની ઇચ્છા વિરુદ્ધ ભાગી ગયા અને 9 નવેમ્બરના રોજ ચંદૌલી રજિસ્ટ્રારમાં લગ્ન કર્યા. બાદમાં, બંનેએ 25 નવેમ્બરના રોજ હિન્દુ રિવાજ સાથે ફરીથી લગ્ન કર્યા. આ પછી, અંકિતના પરિવારજનો સંમત થયા. પરંતુ પ્રીતિનો પરિવાર તેને દિલથી સ્વીકારી શક્યો નહીં.
सिर्फ़ एक गलती अपनी मर्ज़ी से शादी
दुनिया उजड़ गयी मेरी!@drpreetiyadav9 को तो अभी डाक्टर बनना था,सब बर्बाद हो गया मेरा मै लड़ाई मरते दम तक लड़ूँगा,मुझे न्याय चाहिये,@dgpup @UPGovt @Uppolice @myogiadityanath @PMOIndia @PMOIndia @BBCHindi @ABPNews pic.twitter.com/0sUKaUlo9b— Ankit Adhayksh (@ankitmgs91) December 7, 2020
ત્યારબાદ તેમણે એક વિચિત્ર કાવતરું રચ્યું. અંકિતના કહેવા મુજબ, તેમની લવ મેરેજની જિંદગી ખુશી અને ખુશીઓ સાથે ચાલી રહી હતી, જ્યારે પ્રીતિના પરિવારે કપટ કરી યુવતીને ઘરે બોલાવી તેની હત્યા કરી હતી. આટલું જ નહીં, પરિવારના સભ્યોએ ગુનો છુપાવવા માટે ગુપ્ત રીતે ડેડબોડીની અંતિમક્રિયા પણ પતાવી દીધી હતી.
જ્યારે અંકિતને તેના વિશે સમાચાર મળ્યા તો આંચકો લાગ્યો હતો. જ્યારે તેણે પ્રીતિના પરિવારની પૂછપરછ કરી તો તેને સંતોષકારક જવાબ મળ્યો ન હતો, ઉલટાનું તેને ધમકાવવું શરૂ કર્યું હતું. આખરે અંકિતે પ્રીતિ યાદવના પરિવાર વિરુદ્ધ અલીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. અંકિતની ફરિયાદ પરથી પોલીસે મહિલાની માતા પ્રભાવતી દેવી, પિતા મહેન્દ્ર યાદવ સહિત છ લોકો સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.
સીઓ સીટી કુંવર પ્રભાતસિંહે જણાવ્યું હતું કે, પત્ની પ્રીતિ યાદવની હત્યા સંદર્ભે અંકિત યાદવ વતી લેખિત ફરીયાદ આપવામાં આવી હતી. જેના આધારે કેસ નોંધ્યો હતો. કયા આધારે કાર્યવાહી કરવામાં આવશે તેની તપાસ કરવામાં આવી રહી છે.
અંકિતે જણાવ્યું હતું કે, પ્રીતિના પિતા એસઆઈ એમટી તરીકે જૌનપુરમાં પોસ્ટ પર છે અને તે ખૂબ જ દબંગ છે. તેણે પોલીસ-પ્રશાસન પાસે સુરક્ષા અને ન્યાય માટે અપીલ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

