સુરતના કડોદરામાં યુવતી તાબે ના થતાં ટપોરીએ યુવતીની માતાને ખુલ્લી તલવાર બતાવી, દીકરીની છેડતી કરી એસિડ ફેંકવાની ધમકી આપી

સુરતના કડોદરા વિસ્તારમાં અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડરના હોય તેમ લાગી રહ્યું છે. જેમાં યુવતી તાબે ના થતાં એક યુવકે ખુલ્લી તલવાર સાથે જાહેરમાં હોબાળો મચાવ્યો હતો. આટલું જ નહીં, યુવતીને એસિડ એટેકની ધમકી પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા વિસ્તારમાં આવેલા પ્રિયંકા ગ્રીન સિટી ખાતે રહેતા પરપ્રાંતીય પરિવારની યુવતીને છેલ્લા ઘણાં સમયથી તેમની નજીકના ફળિયામાં રહેતો રાહુલસિંહ નામનો યુવક છેડતી કરીને માનસિક ત્રાસ આપી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ મામલે યુવતીની માતાએ કડોદરા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી. જેમાં જણાવ્યું હતું કે, રોમિયોગિરી પર ઉતરી આવેલા રાહુલસિંગે ખુલ્લેઆમ ફળિયામાં તલવાર લહેરાવીને આતંક મચાવ્યો હતો. આટલું જ નહીં, રાહુલસિંહે યુવતી તાબે ના થાય તો એસિડ એટેકની ધમકી પણ આપી છે.

ફળિયામાં તલવાર સાથે આતંક મચાવી રહેલા યુવકની ઘટના CCTV ફૂટેજમાં કેદ થઈ ગઈ છે. હાલ તો પોલીસે યુવતીની માતાની અરજીના આધારે CCTV ફૂટેજ ચકાસીને આગળની તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો