11 વર્ષની રાખીએ બહાદુરી બતાવી દીપડાના હુમલાથી નાના ભાઈને બચાવ્યો પણ હાલ તે પોતે મોત સામે લડી રહી છે જંગ

11 વર્ષની રાખી તેની બહાદુરી બદલ આખા દેશમાં છવાઈ ગઈ છે. ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લાની રહેવાસી રાખીએ તેના ચાર ભાઈને દીપડાથી બચાવવા માટે પોતાના જીવની પણ ચિંતા કરી નહોતી. દીપડાએ કરેલા હુમલાને લીધે હાલ તે દિલ્હીની હોસ્પિટલમાં મોટ સામે જંગ લડી રહી છે. 4 ઓક્ટોબરે થયેલી આ ઘટના પછી સ્ટેટ ગવર્મેન્ટ તેનું નામ બહાદુરી અવોર્ડ માટે સેન્ટ્રલ ગવર્મેન્ટને આપવાના છે.

ભાઈને થોડી કે ઈજા થવા ન દીધી

જિલ્લાના ડીએમ ધીરજ સિંહે આ ઘટના વિશે જણાવ્યું કે, રાખી અને તેનો ભાઈ સાંજે ખેતરમાંથી પરત તેમને ઘર દેવકુન્ડાઈ ગામે જઈ રહ્યા હતા. આ સમયે દીપડાએ તેમની પર હુમલો કર્યો જતો. દીપડાને જોઈને રાખીએ તેના ભાઈ રાઘવને કવર કરી લીધો. દીપડાએ ઘણી બધી વાર રાખી પર હુમલો કર્યો પણ તેણે રાઘવ પર એક આંચ ન આવવા દીધી. જ્યાં સુધી રાખીની માતા ન આવી ત્યાં સુધી દીપડાએ રાખી પર હુમલા કરવાનું ચાલુ રાખ્યું. રાખીને હાથ અને માથા પણ ઘણી બધી ઇજા થઈ છે. તેને હાલ દિલ્હી હોસ્પિટલમાં દાખલ કરી છે.

1 લાખ રૂપિયા સારવાર માટે આપ્યા

લોકલ ધારાસભ્ય અને સ્ટેટ ટુરિઝમ મિનિસ્ટર સતપાલ મહારાજે કહ્યું કે, જ્યારે આ સમાચાર મારા ધ્યાનમાં આવ્યા અને મને ખબર પડી કે બહાદુર રાખીની તબિયત ગંભીર છે ત્યારે મેં તરત તેના પરિવારનો કોન્ટેક્ટ કર્યો. રાખીને સોમવારે દિલ્હીની રામમનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરાવી. મેં મારા પગારમાંથી 1 લાખ રૂપિયા પણ રાખીની ટ્રીટમેન્ટ માટે આપ્યા. હું રાખીને મળવા દિલ્હી પણ જવાનો છું.

11 વર્ષની રાખીએ તેના 4 વર્ષના લાડકવાયા ભાઈ રાઘવનો જીવ તો બચાવી લીધો પણ હાલ તે પોતે મોત સામેની જંગ લડી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો