વડોદરાની પાંચ વર્ષની બાળકીની અનોખી સિધ્ધિ, વૈદિક મંત્રોના વીડિયો બનાવી ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરે છે

પાંચ વર્ષની કુમળી વયે જયારે બાળકો ટ્વિંકલ ટ્વિંકલ શીખતાં હોય ત્યારે શહેરના વાસણા વિસ્તારમાં રહેતા મિતેષ અને પાયલ જોશીની દીકરી મૈત્રી જોશી વૈદિક મંત્રોનો ઉચ્ચાર કરીને યુવા પેઢીને પાશ્ચાત્ય સઁસ્કૃતિના પ્રભાવમાંથી બહાર લાવીને ભારતીય સંસ્કૃતિ વિશે માહિતીગાર કરવાનું કાર્ય કરી રહી છે. જે વિશે વાત કરતા પાયલ જોશીએ જણાવ્યું હતું કે અંગ્રેજી માધ્યમના પ્રભાવના કારણે બાળકોને ભારતીય તહેવાર અને ધાર્મિક સ્થળો વિશેની માહિતી અમારે લોકો સુધી પહોંચાડવી હતી અને તેથી અમારી દીકરી મૈત્રી જયારે ત્રણ વર્ષની થઇ ત્યારે તેને અમે વૈદિક મંત્રો અને હિન્દુ તહેવારો વિશે તેને સમજાવવાની શરૂઆત કરી અને તે વાત સમજીને તે ઘરમાં બધાને કહેવા લાગી. જે જોઈને અમને થયું કે પાંચ વર્ષનું બાળક આટલું જલ્દી સમજીને લોકોને સમજાવી શકે છે ? બસ પછી મારા પતિ વિવિધ વિષયો પર સ્ક્રિપ્ટ લખતા ગયા અને હું તેને સમજાવતી ગઈ અને મૈત્રી બે દિવસમાં મોઢે કરીને લોકોને સમજાવવા લાગી. જેને અમે શૂટ કરીને યૂટ્યૂબ પર અપલોડ કર્યા. એક વર્ષમાં અમે 22 વિડીયો અપલોડ કર્યા છે, જેને 25 હજારથી વધુ લોકોએ જોયા છે.

મમ્મીની ઈચ્છા દીકરીને મોટિવેશનલ સ્પીકર બને

બાળકીએ જણાવ્યું હતું કે, હું અટલાદરા ખાતે આવેલ ટ્રી હાઉસ સ્કૂલમાં અભ્યાસ કરું છું. મમ્મી અને પપ્પા મને સામાજિક અને ધાર્મિક વિષયે લોકોને પ્રેરિત કરવા માટે સ્ક્રિપ્ટ લખી આપે અને તેને હું મ્યુઝીકલી પ્રેઝન્ટ કરું છું. મમ્મીની ઈચ્છા છે કે, કાજલ ઓઝા વૈદ્યની જેમ હું મોટિવેશનલ સ્પીકર, પણ મારી ઈચ્છા હિરોઈન બનવાની છે એટલે હું લોકોને પ્રેરિત કરવાની સાથે ડાન્સિંગ અને મોડલિંગમાં પણ પાર્ટિસિપન્ટ કરું છું. તાજેતરમાં યોજાયેલ પ્રિન્સીસ ઓફ ગુજરાત સ્પર્ધામાં દ્વિતીય ઇનામ મળ્યું હતું. આ સાથે મેં મ્યુઝિકલ આલ્બમ અને સીરિયલમાં કામ કર્યું છે.

મૈત્રી જોશીએ આ વિષયે વિડીયો બનાવ્યા છે

ભારતીય તહેવારો
12 મહિનાની 24 અગિયારસનો મહિમા
વેદ અને વર્ણનું નામ
33 કરોડ દેવી-દેવતાના નામ
ભાગવતના શ્લોક
વિષ્ણુ સહસ્ત્ર નામ
નર્મદા તીર્થ ક્ષેત્રનો મહિમા

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો