રાજકોટમાં સ્કૂટર પર જતી યુવતીની છેડતી કરતા યુવતીએ યુવકને કારમાંથી નીચે ઉતારી જાહેરમાં ફટકાર્યો

તાજેતરમાં જ રાની મુખર્જીની ‘મર્દાની’ નામની ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મને બોક્સ ઓફિસ પર સારી સફળતા પણ હાથ લાગી હતી. મોટાભાગે એવું પણ જોવા મળ્યું હતું કે પુરુષો કરતા સ્ત્રીઓએ આ ફિલ્મની વધુ સરાહના કરી હતી. ત્યારે રાજકોટની એક યુવતી ‘મર્દાની’ બની હોય તેવા દ્રશ્યો બુધવારના રોજ સામે આવ્યા હતા. બુધવારના રોજ કોટેચા સર્કલ પાસે ફોર વ્હીલરમાં નીકળેલા મોરબીના ત્રણ યુવાનોએ એક્ટિવા પર જતી એક યુવતીની છેડતી કરી હતી.

યુવકોએ યુવતીને એમ કહ્યું હતું કે, “તમારા એક્ટિવાનું ટાયર ગોળ ગોળ ફરી રહ્યું છે.” ચાલુ કારમાં એક્ટિવા પર જતી યુવતીની છેડતી થતાં યુવતી ઉશ્કેરાઇ ગઇ હતી. જે બાદ યુવતીએ કારની આગળ પોતાનું એક્ટિવા ઉભું રાખી દીધું હતું. જે બાદ કારમાં બેઠેલા જે યુવકે છેડતી કરી હતી તે યુવકને કારમાંથી નીચે ઉતારીને તેને જાહેરમાં માર માર્યો હતો. આ સાથે જ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં કાર્યરત દુર્ગા શક્તિ ટીમને પણ જાણ કરી હતી.

બનાવની જાણ થતા જ દુર્ગા શક્તિની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને કારમાં બેઠેલા ત્રણેય નબીરાઓને પકડી લીધા હતા. ત્રણેયની અટકાયત કરીને તેમને ગાંધીગ્રામ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. યુવતી જ્યારે યુવકને સરાજાહેર ફટકારી રહી હતી ત્યારે ઘટનાસ્થળ પર હાજર કોઈ રાહદારીએ પોતાના મોબાઈલમાં આ સમગ્ર ઘટના કેદ કરી લીધી હતી. જે બાદમાં આ વીડિયો ફરતો થયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો